મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી પોર્ટે સ્થાનિક લોકોને રોજગારી-આશા વર્કરોને પગાર વધારો આપવાની માંગ


SHARE







મોરબીના નવલખી પોર્ટે સ્થાનિક લોકોને રોજગારી-આશા વર્કરોને પગાર વધારો આપવાની માંગ

મોરબીના નવલખી પોર્ટ ખાતે સ્થાનિક કામદારોને રોજગારી મળે તેમજ આશા વર્કર બહેનોને જે પગાર વધારો કરવામાં આવ્યો છે તે પગાર વધારો ચૂકવવામાં આવે તેના માટે થઈને આજે કામદાર પ્રગતિશીલ મંડળના નેજા હેઠળ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેઓની માંગણી વહેલી તકે સંતોષવામાં આવે તેવી લાગણી આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી  

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ કલેક્ટર કચેરી ખાતે જઈને કામદાર પ્રગતિશીલ મંડળના નેજા હેઠળ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં નવલખી પોર્ટ ઉપર સ્થાનિક કામદારોને પ્રાથમિકતા આપી રોજગારી આપવામાં આવે અને બંધારણીય અધિકારનું પાલન કરવામાં આવે, ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ સ્થાનિક કામદારોની નોકરીનેમાં ભરતી કરવામાં આવે, ગુજરાત સરકારનું લઘુતમ વેતન અને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવે, નવલખી પોર્ટ ઉપર કોલસો ઉતરતા મત્સ્ય કામદારો બેકાર બની બેઠા છે તેઓને રોજગારીનો વિકલ્પ આપવામાં આવે, પાણીમાં પડતા કોલસાને કાઢવા માટે બિન ઉપયોગી કોલસાનો નિકાલ કરવા માટે બેકાર બનેલા માછીમારોને કામ સોંપવામાં આવે અને બેકાર બનેલા કામદારોને તાત્કાલિક અસરથી રાહત ભાવે અનાજ આપવું અને બીપીએલ કાર્ડમાં તેનો સમાવેશ કરવો તેવી માંગણીઓ કરવામાં આવી છે તેની સાથોસાથ આશા વર્કર બહેનોને ઓક્ટોબર 2023 થી પગાર વધારો કરવામાં આવ્યો છે જો કે હજુ સુધી તે મુજબ ચુકવણું કરવામાં આવેલ નથી જેથી કરીને આશા વર્કર બહેનોને પગાર વધારા મુજબનો પગાર ચૂકવવામાં આવે તેવી માગણી અને લાગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વહેલી તકે તે લોકોની માગણીઓને સંતોષવામાં આવે તેવું આગેવાનોએ જણાવ્યું છે






Latest News