મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળીયા(મીં)ના જૂના ઘાંટીલા-વવાણિયા ગ્રામ પંચાયતના નવા મકાનો મંજૂર કરાવતા ધારાસભ્ય


SHARE







માળીયા(મીં)ના જૂના ઘાંટીલા-વવાણિયા ગ્રામ પંચાયતના નવા મકાનો મંજૂર કરાવતા ધારાસભ્ય

મોરબી -માળીયા (મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માળીયા તાલુકાનાં જૂના ઘાંટીલા ગામે હાલના ગ્રામ પંચાયતનું મકાન નાનું અને અગવડતાભર્યું હોય ગામની વસ્તી અને વિસ્તારને ધ્યાને રાખી નવું મકાન મંજૂર કરવા તેમજ વવાણિયા ગામે હાલનું પંચાયતનું મકાન જર્જરિત હોય નવું મકાન બાંધવા જિલ્લા પંચાયત મારફત વિકાસ કમિશ્નર અને પંચાયત વિભાગમાં દરખાસ્ત મોકલેલી જેનું સતત ફોલોઅપ કરી ધારાસભ્યએ જૂના ઘાંટીલા માટે ૧૪ લાખ અને વવાણિયા માટે પણ ૧૪ લાખના ગ્રામ પંચાયતના મકાનો મંજૂર કરાવ્યા છે

આ માટે ધારાસભ્યએ પંચાયત મંત્રી જયદ્રતસિંહ પરમાર અને નાયબ મુખ્યમંત્રી તેમજ મુખ્યમંત્રીનો આ બંને ગામો વતી આભાર માન્યો છે આમ, જૂના ઘાંટીલા અને વવાણિયા ગામની લાંબા સમયની પંચાયતના નવા મકાનો મળવા માટેની જે માંગણી હતી તે ધારાસભ્યએ સતત ફોલોપ કરીને મંજૂર કરાવી છે જેને માળીયા (મીં) તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ તેમજ જિલ્લા સંગઠનના મહામંત્રીઓએ આવકારી છે અને ધારાસભ્યને અભિનંદન પાઠવ્યા છે . 






Latest News