મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

ટંકારા ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિતે સ્પર્ધા યોજાઈ


SHARE





ટંકારા ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિતે સ્પર્ધા યોજાઈ

રાષ્ટ્રીય શાયરપ્રખર સાહિત્યકાર,સ્વાતંત્ર્ય સેનાની એવા ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૫મી  જન્મ જયંતિ વર્ષ નિમિતે શિક્ષણ વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી અને મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારા દ્વારા આયોજિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની ટંકારા તાલુકા કક્ષાની ઝવેરચંદ મેઘાણી રચિત કૃતિઓ શૌર્ય ગીત,ભજન અને લોકગીત સ્પર્ધા ટંકારા મુકામે એમ.પી.દોશી વિદ્યાલય ખાતે યોજાઈ હતી જેમાં ટંકારા તાલુકાની ૧૪ શાળાઓએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં પ્રથમક્રમે કડીવાર ધ્રુવી ધર્મેન્દ્રભાઈ (આર્ય વિદ્યાલય ટંકારા), દ્વિતીયક્રમે ત્રિવેદી દિયા તુષારભાઈ (નવયુગ વિદ્યાલય વિરપર), તૃતીયક્રમે ઝાલા નેહલબા જયરાજસિંહ (ન્યૂ વિઝન સ્કૂલ ટંકારા), વિજેતા જાહેર થયા હતા, તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુંવિજેતા પ્રથમ ત્રણ સ્પર્ધક આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શ્રી ભાવેશભાઈ સંઘાણી-આચાર્ય છતર પ્રાથમિક શાળા, ભાર્ગવભાઈ દવે તથા દેવેનભાઈ વ્યાસ -સંગીત વિસારદઓએ સેવાઓ આપી હતી આ કાર્યક્રમનું સંચાલન સંકુલ કન્વીનર આર.પી.મેરજાએ કર્યું હતું અને ભાવેશભાઈ ભાલોડિયા ઉપસ્થિત રહી તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ અને અભિનંદન આપ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંકુલના સહ કન્વીનર દિલીપભાઈ બારૈયાહરેશભાઈ ભાલોડિયાએમ.પી.દોશી હાઈસ્કૂલના આચાર્ય વી.એ.ખાંભલાએ જહેમત ઉઠાવી હતી.




Latest News