મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પાવળીયાળી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા યુવાન સારવારમાં 


SHARE













મોરબીના પાવળીયાળી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા યુવાન સારવારમાં 

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી નજીક પગપાળા જતા યુવાનને અજાણ્યા બાઈક ચાલકે હડફેટ લીધો હતો જેથી ઇજા પામેલ યુવાનને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી નજીક પગપાળા જઈ રહેલ વિનોદ મૂળજીભાઈ સોલંકી (ઉમર ૪૪) રહે.જુના દેવડીયા તાલુકો હળવદ જીલ્લો મોરબી વાળાને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લીધો હતો જેથી ઈજા પામેલ વિનોદભાઈ સોલંકીને અત્રેની મધુરમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જ્યાંથી સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય હાલમાં તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.બી.પરમાર દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે થયેલા વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ કલસિંગ દલાભાઈ મંડોલ (ઉમર ૩૮) રહે.લખધીરપુર રોડ સામાકાંઠે મોરબી-૨ વાળાને ઇજાઓ પહોંચેલ હોય તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલ તરફથી મોરબી તાલુકા પોલીસને ઉપરોક્ત અકસ્માત બનાવની જાણ કરવામાં આવતા હાલમાં બનાવની આગળની તપાસ જે.પી.પટેલ ચલાવી રહ્યા હોવાનું તાલુકા પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા સોખડા ગામ નજીકના લેટેન્ટ પેપર મીલ પાસે રહીને ત્યાં કામકાજ કરતા કમલભાઈ દરિયાભાઈ પટેલ નામના ૫૦ વર્ષીય વૃદ્ધને મોરબીના માળિયા હાઇવે ઉપર સોખડા ગામના પાટીયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા તેઓને ૧૦૮ વડે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાંથી હાલમાં બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

બાળક સારવારમાં

મોરબી તાલુકાના પંચાસર ગામે ગામે ઘર નજીક સાયકલ ચલાવી રહેલા પૂર્વ રાજેશભાઈ કણસાગરા નામના નવ વર્ષના બાળકને સાયકલ ચલાવતા સમયે અકસ્માતે નીચે પડી જતા હાથના ભાગે ઇજાઓ થતા તેને અત્રે હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ નેહલબેન ખડીયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News