વાંકાનેર, મોરબી, ટંકારા અને હળવદમાં દારૂની પાંચ રેડ: ૧૮૮ બોટલ દારૂ સાથે પાંચ શખ્સ ઝડપાયા, એકની શોધખોળ
SHARE
વાંકાનેર, મોરબી, ટંકારા અને હળવદમાં દારૂની પાંચ રેડ: ૧૮૮ બોટલ દારૂ સાથે પાંચ શખ્સ ઝડપાયા, એકની શોધખોળ
વાંકાનેર તાલુકાના બોકળ થંભા ગામની સીમમાંથી પસાર થતી ઇકો ગાડીને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી ૧૬૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી દારૂ, ગાડી, પાયલોટિંગ આપનાર બાઈક તેમજ બે મોબાઈલ ફોન મળીને ૨,૮૮,૭૪૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને હાલમાં કાર અને બાઇક ચાલકની ધરપકડ કરી છે જો કે, ગાડીમાં દારૂ ભરી આપનાર શખ્સનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના બોકળ થંભા ગામની સીમમાંથી ઇકો ગાડી નંબર જીજે ૩૬ બી ૨૬૯૦ પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસે ચેક કરતા તે ગાડીમાંથી દારૂની ૧૬૮ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ ભરેલ ઇકો ગાડી અને ઇકો ગાડીને પાયલોટિંગ આપનાર બાઈક નં જીજે ૩૬ સી ૧૦૧૫ આમ કુલ મળીને પોલીસે ૨,૮૮,૭૪૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે ઇકો ગાડીના ચાલક અર્જુનભાઈ લાભુભાઈ આલ જાતે રબારી (૨૩) રહે થાનગઢ અને દારૂ ભરેલ કારને પાયલોટિંગ આપનાર વિપુલભાઈ જગાભાઈ ઉઘરેજા જાતે કોળી (૨૫) રહે. મકતાનપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને ઈકો ગાડીમાં વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે રહેતા બેચરભાઈ કોળીએ દારૂની બોટલો ભરી આપી હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
છ બોટલ દારૂ
ટંકારા તાલુકાની મીતાણા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા સખ્સનાં હાથમાં રહેલ પ્લાસ્ટિકની થેલીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે થેલીમાંથી દારૂની છ બોટલો મળી આવી હોય પોલીસે ૧૮૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે વેલજીભાઈ મેઘજીભાઈ છીપરીયા જાતે કોળી (૪૧) રહે. ગણેશપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે
આઠ બોટલ દારૂ
હળવદ તાલુકાના ખારીવાડી વિસ્તારમાં રહેતા જયદીપભાઇના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની વતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા તેના ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની આઠ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૪૦૦ ની કિંમતના દારૂના જથ્થા સાથે જયદીપભાઇ ઉર્ફે જયેશ ચંદુભાઈ કંઝરિયા જાતે દલવાડી (૨૨) રહે. ખારીવાડી હળવદ વાળાની ધરપકડ કરેલ છે
ચાર બોટલ દારૂ
મોરબીના પીપળી રોડ ઉપર આવેલ શિવ પાર્ક સોસાયટીની પાછળના ભાગમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને મુકેશભાઈ લક્ષમણભાઇ સાલાણી જાતે કોળી (૨૫) રહે. પીપળી લોડ્સ હોટલની સામે મૂળ રહે. ભીમાસર જિલ્લો કચ્છ વાળાની ધરપકડ કરેલ છે
બે બોટલ દારૂ
વાંકાનેર તાલુકાના જામસર ગામથી ભિમગુડા ગામ તરફ જવાનો રસ્તા ઉપર પેપર મીલથી આગળના ભાગમાં પસાર થઈ રહેલા શખ્સ પોલીસને જોઈ જતા પોતાના હાથમાં રહેલ થેલી છોડીને નાસી ગયો હતો જેથી કરીને પોલીસે થેલીને ચેક કરતા તેમાંથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને દારૂની થેલી મૂકીને નાસી ગયેલા શખ્સ મુકેશ મનસુખભાઈ દંતેસરિયા, રહે. જામસર વાળો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે