નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે નીતિનનગરમાંથી બુલેટની ચોરી


SHARE





મોરબીના રાજપર રોડે નીતિનનગરમાંથી બુલેટની ચોરી

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ નીતિન નગરમાં યુવાને પોતાનું બુલેટ પાર્ક કરીને મૂક્યું હતું જે બુલેટને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ૯૦૦૦૦ રૂપિયાની કિંમતના બુલેટની ચોરી થઈ હોવા અંગેની યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રાધે કૃષ્ણ મંદિરની બાજુમાં રહેતા અને હાલમાં મોરબીના નાની વાવડી ગામે શિવગંગા રેસીડેન્સીમાં રહેતા અજયભાઈ પ્રવીણભાઈ સોલંકી જાતે દરબાર (૨૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના રાજપર રોડ ઉપર આવેલ નીતિન નગરમાં તેણે પોતાનું બુલેટ જીજે ૧ એમઝેડ ૦૦૭૨ પાર્ક કરીને મૂક્યું હતું જે બુલેટની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૯૦૦૦૦ રૂપિયાની કિંમતના બુલેટની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બે બોટલ દારૂ
વાંકાનેર તાલુકાના જામસરથી ભીમગુડા તરફ જવાના રસ્તે પેપર મીલથી આગળના ભાગમાં જઈ રહેલ શખ્સ પોલીસને જોઈને તેના હાથમાં રહેલ થેલી ત્યાં મૂકીને નાસી ગયો હતો જેથી કરીને પોલીસે થેલિને ચેક કરતા તેમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી છે અને પોલીસને જોઈને નાસી છૂટેલ શખ્સનું નામ મુકેશ મનસુખભાઈ દંતેસરીયા રહે. જામસર વાળો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ
વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામના સીમાડે નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૫૦ લિટર આથો તેમજ તૈયાર ૧૭૦ લીટર દેશી દારૂ અને અન્ય ભઠ્ઠીના સાધનો મળી આવતા પોલીસે ત્યાંથી ૭૩૫૦ ની કિંમતો મુદામાલ કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી વિક્રમભાઈ દિનેશભાઈ વિંઝવાડીયા જાતે કોળી (૨૦) અને શંકરભાઈ વજાભાઈ સારલા જાતે કોળી (૨૬) રહે. બંને વિઠ્ઠલપર વાળાની હોવાનું સામે આવતા તેને પકડીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News