મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં ગામડામાં દીકરી સાથે તેના જ બાપે આચર્યું દુષ્કર્મ


SHARE





ટંકારા તાલુકાનાં ગામડામાં દીકરી સાથે તેના જ બાપે આચર્યું દુષ્કર્મ

ટંકારા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષની દીકરીનો દેહ તેનો સગો બાપ છેલ્લા પાંચેક વર્ષથી અભડાવી રહ્યો હતો અને મારકુટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જેથી તે યુવતીએ પોલીસને આ અંગેની જાણ કરતાં ટંકારા પોલીસે આ યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોચાડી હતી અને ત્યાં યુવતીએ તેની આપવિતી જણાવતા તેના પિતાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનના જમાદાર વિજયભાઈ બાર, મહિલા કોન્સ્ટેબલ પુજાબેન ડાંગર અને ડ્રાઈવર રણુભા ઝાલા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે એક ૧૮ વર્ષની યુવતી તેની પાસે આવી હતી અને તેને પોતાને ધરે નથી જવું તેવું કહ્યું હતું જેથી કરીને તે યુવતીને પોલીસે મોરબી સખી વન સ્ટોપ ખાતે પહોચાડી હતી અને તે યુવતીનું કાઉન્સિલ કરવમાં આવતા ટંકારા પોલીસ મથકે સખી સેન્ટરમાંથી ફોન કરીને આ યુવતી સગીરા હતી ત્યારથી એટ્લે કે છેલ્લા પાંચ વર્ષથી તેનો સગો બાપ આ યુવતીના દેહને અભડાવી રહ્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી મારકુટ કરતો હતો જેથી કરીને ટંકારાના પોલીસ અધિકારી એચ.આર. હેરભાએ ભોગ બનનારની હકીકત આધારે આઈપીસી કલમ ૩૭૬ (૨), (એફ), (જે)મ (કે), (એન), ૩૨૩, ૫૦૬(૨) તથા પોસ્કો એક્ટ ૫ (એલ), (એન)(૬) મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે વધુમાં મળતી માહિતી મુજબ ભોગ બનનાર સગિરાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચેક વર્ષથી એના પિતા મારકુટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને જાતિય હુમલા કરતાં હતા જેથી પોલીસે હાલમાં તેના હેવાન બાપ સામે ફરિયાદ નોંધાવતાં દીકરીનો દેહ અભડાવનાર નરાધમ સામે ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.




Latest News