મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર ગામે ફિનાઇલ પી ગયેલ પરિણીતા સારવારમાં


SHARE





મોરબીના અમરનગર ગામે ફિનાઇલ પી ગયેલ પરિણીતા સારવારમાં

મોરબી નજીકના અમરનગર ગામે રહેતી મહિલા કોઈ કારણોસર ફીનાઇલ જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ અમરનગર ગામે રહેતા કિશોરભાઈ મહાદેવભાઇ પટેલના પત્ની નેહાબેન (૩૬) પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તે ફિનાઈલ પી ગયા હતા જેથી તેને મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પરણીતાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરો છે જોકે તેને કયા કારણોસર ફીનાઇલ પીધું હતું તે દિશામાં હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન. સગારકા તપાસ કરી રહ્યા છે

દેશી દારૂ

મોરબીના જુના રોડ ઉપર આવેલ મંગલમ વિસ્તારમાંથી બુલેટ નંબર જીજે ૩૬ એઇ ૭૬૬૪ લઇને એક શખ્સ પસાર થતો હતો જેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી આઠ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે એક લાખની કિંમતનું બુલેટ તથા ૧૬૦ રૂપિયાનો દારૂ આમ કુલ મળીને ૧૦૦૧૬૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે મુકેશ ગોરધનભાઈ સુરેલા જાતે કોળી (૨૩) રહે. ઇન્દિરા નગર મંગલમ વિસ્તાર વાળાની ધરપકડ કરેલ છે




Latest News