મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામ પાસે માળીયા(મિં.) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિષ્ના ઇલેવનનો વિજય


SHARE





મોરબીના નાગડાવાસ ગામ પાસે માળીયા(મિં.) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિષ્ના ઇલેવનનો વિજય

શ્રી માળીયા મિયાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૩ અહીંના મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ નાગડાવાસ ખાતે યોજાઈ હતી.મેગા ફાઈનલમાં ક્રિષ્ના ઇલેવનનો છ વિકેટે વિજય થયો હતો.જેમાં ફાઈનલ મેચમાં અતિથિ વિશેષ તરીકે પી. વી. અંબારીયા (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી), ડી. આર. ગરચર (નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી), ઘનશ્યામભાઈ દેથરીયા (પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ), ડો.શર્મિષ્ઠાબેન હુંબલ (ટી.પી. ઈ.ઓ.માળીયા), અમુલભાઈ જોષી (મહામંત્રી, સમસ્ત બ્રહ્મસમાજ), અશોકભાઈ વડાલીયા (કેળવણી નિરીક્ષક), ચમનભાઈ ડાભી (મહામંત્રી, મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ) મોરબી ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી કાનાભાઈ રાઠોડ, ટંકારા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ કલ્પેશભાઈ ફેફર તથા મહામંત્રી વિરમભાઈ  દેસાઈ, વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિ દેવરાજભાઈ આલ તેમજ હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રફુલભાઈ નાયકપરા તથા મહામંત્રી ચતુરભાઈ પાટડીયા તેમજ મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના જિલ્લા પ્રતિનિધિ અજયભાઈ ડાંગર તેમજ ગ્રામ્યના પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રતિનિધિ ગૌરાંગભાઈ યાદવ તેમજ તુષારભાઈ બોપલીયા જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના કોચ તથા મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર સુરેશભાઈ ડાંગર તેમજ નાગડાવાસના સરપંચ સુખાભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તથા મહામંત્રી હસુભાઈ સરડવાએ ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News