મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનાર વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટાવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તામાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

હળવદની રાણેકપરની ગ્રામ પંચાયતના સભ્યના દીકરાને ઉપસરપંચ સહિત બે શખ્સોએ માર માર્યો


SHARE













હળવદની રાણેકપરની ગ્રામ પંચાયતના સભ્યના દીકરાને ઉપસરપંચ સહિત બે શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના રાણેકપરની ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને જેના મતદાનમાં પંચાયતના સભ્ય હાજર ન રહ્યા હોવાથી તેના દીકરાને રસ્તામાં આંતરીને ઉપસરપંચ સહિત બે શખ્સોએ ગાળો આપીને ઝાપટો મારી હતી તથા લોખંડના પાઇપ વડે માર મારીને ઇજા કરી હતી તેમજ યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ઉપસરપંચ સહિત બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના નવા રાણેકપર ગામે રહેતા વિક્રમભાઈ રણછોડભાઈ રાજપરા (૩૨) એ રાણેકપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચા જાતે કોળી અને રાજુભાઈ નવઘણભાઈ ઉડેચા જાતે કોળી રહે. બંને રાણેકપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓના ગામના સરપંચ મનસુખભાઈ ઠાકોર વિરુદ્ધ પંચાયતના સભ્યો દ્વારા અવિશ્વાસના પ્રસ્તાવ માટે મતદાન કરવામાં આવ્યું હતું ત્યારે ફરિયાદી યુવાનના પિતા રણછોડભાઈ રાજપરા ગ્રામ પંચાયતના સભ્યો હોય મતદાન સમયે હાજર ન હોવાથી તે બાબતનું મનદુઃખ રાખીને ગામના ઉપસરપંચ નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચાએ ફોન કરીને તારા બાપને સંતાડેલ છે અને મતદાનમાં હાજર રહેવા દીધેલ નથી તેમ કહીને જેમ ફાવે તેમ ફરિયાદીને ગાળો આપી હતી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો અને ગામમાં કેવી રીતે રહો છો હું જોઈ લઈશ તેવી ધમકી ઉપસરપંચે આપી હતી જેનું ફરિયાદી યુવાન પાસે મોબાઇલ રેકોર્ડિંગ પણ છે અને ત્યારબાદ તે યુવાન રાણેકપર રોડ ઉપર આવેલ કેનાલના નાલા પાસેથી પસાર થતો હતો ત્યારે નવઘણભાઈ અને રાજુભાઈએ તેને ઉભો રાખીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને કાંઠલો પકડીને નવઘણભાઈએ બે ઝાપટો મારી હતી અને રાજુભાઈએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને ગામ બહાર કાઢવાની ધમકી આપી હતી જોકે ત્યારે ગામના બે વ્યક્તિઓ ત્યાં આવી જતા તે લોકોને ઝઘડો કરતા અટકાવ્યા હતા અને યુવાન તેના ઘરે જતો રહ્યો હતો. જોકે ત્યારબાદ નવઘણભાઈએ ફોન કરીને સમાધાન કરવા માટે બોલાચાલી કરી હતી અને ધમકી આપી હતી જેથી હાલમાં યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 






Latest News