મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર ગામે સગર્ભા મહિલાએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાઇ


SHARE







ટંકારાના હરીપર ગામે સગર્ભા મહિલાએ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાઇ

ટંકારા તાલુકાના હરીપર ગામે રહેતી સગર્ભા મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા છે અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરીપર ગામે રહેતા સમીરભાઈ પરમ વસુનીયાના પત્ની શર્મિલાબેન (૨૦) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ કરી રહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા સાથે તેમણે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પરણીતાનો લગ્ન ગાળો એક વર્ષનો છે અને હાલમાં તે સગર્ભા છે જો કે, તેને કયા કારણોસર ઝેરી દવા પીધી છે તે દિશામાં હાલમાં આગળની તપાસ ચાલી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામ પાસે કેનાલ નજીકથી મોરબીના સામા કાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ કુબેર ટોકીઝ પાછળ પાણીના ટાંકા પાસે રહેતો વિજયભાઈ બાબુભાઈ વરિયા જાતે દેવીપુજક (૨૨) નામનો યુવાન રીક્ષા લઈને જતો હતો ત્યારે પાછળથી આવી રહેલા ટ્રક નંબર જીજે ૧૦ વાય ૭૩૮૩ ના ચાલકે રિક્ષાને હડફેએ લીધી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે વિજયભાઈ બાબુભાઈ વરિયાને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. વસિયાણી ચલાવી રહ્યા છે






Latest News