મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક રિક્ષાને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માત: રિક્ષા પલટી જતાં ઇજા પામેલ બાળકનું  સારવારમાં મોત


SHARE













મોરબી નજીક રિક્ષાને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માત: રિક્ષા પલટી જતાં ઇજા પામેલ બાળકનું  સારવારમાં મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ડમ્પરના ચાલકે રિક્ષાને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને રીક્ષા પલટી મારી ગઈ હતી ત્યારે રિક્ષામાં બેઠેલ બાળકને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવારમાં લઈને ગયા હતા ત્યારે સારવાર દરમિયાન તે બાળકનું મોત નિપજ્યું હતું જેથી કરીને હાલમાં બી ડિવિઝન પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને મૃતક બાળકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘુટુ ગામે રહેતો રૂખડ શૈલેષભાઈ દેલવાડીયા (૧૩) નામનો બાળક તેના અદાની રિક્ષામાં બેસીને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલ સમર્પણ હોસ્પિટલ નજીક વહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં રૂખડના અદાની રીક્ષાને પાછળથી ડમ્પરના ચાલકે અડફેટે લીધી હતી. જેથી રીક્ષા રસ્તા ઉપર પલટી મારી જતા રિક્ષામાં બેઠેલ રૂખડ શૈલેષભાઈ દેલવાડીયા નામના બાળકને ગંભીર ઈજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે આ બાળકને રાજકોટ લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની બી ડિવિઝન પોલીસે હાલમાં નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક બાળકના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલુ છે તેવું બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર પાસેથી જાણવા મળ્યું છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જુના ઘૂંટ રોડ ઉપર આવેલ સીરામીકના કારખાના પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયુ હતું જેથી કરીને બાઈકમાં પાછળના ભાગે બેઠેલા કંચનબેન કુંવરજીભાઈ વાઘેલા (૫૮) નામના વૃદ્ધાને ઈજાઓ થઈ હતી જેથી કરીને ઈજા પામેલા મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના રણછોડનગર વિસ્તારમાં રહેતા રવિભાઈ પાટડીયાનો પાંચ વર્ષનો દીકરો સાહિલ પોતાના ઘર પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં તે બાળકને ઈજાઓ થઈ હતી જેથી કરીને સાહિલ પાટડીયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે






Latest News