મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જૂના ઘાટીલા ગામે ઓગળી ગયેલ ગુલ્ફી આપનારને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિને લોખંડના પાઇપ વડે મારમાર્યો


SHARE





માળીયા (મી)ના જૂના ઘાટીલા ગામે ઓગળી ગયેલ ગુલ્ફી આપનારને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિને લોખંડના પાઇપ વડે મારમાર્યો

માળીયા મીયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામે શક્તિ પ્લોટમાં આવેલ દુકાને ગુલ્ફી લેવા ગયેલા બાળકને ઓગળી ગયેલ ગુલ્ફી આપી હતી જેથી તેના કૌટુંબિક દાદા દુકાનદારને તે બાબતે કહેવા માટે ગયા હતા જે તેને સારું નહીં લાગતા દુકાનદાર અને તેના ભાઈઓએ ફરિયાદી તેમજ તેના દાદા સહિત ત્રણ વ્યક્તિને લોખંડના પાઇપ અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને ત્રણ શખ્સોની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે આવેલ શક્તિ પ્લોટમાં રહેતા અનિલભાઈ જાદવજીભાઈ અગેચાણીયા જાતે કોળી (૨૮) એ અરવિંદભાઈ નારણભાઈ, ઓધવજીભાઈ નારણભાઈ અને મુન્નાભાઈ નારણભાઈ રહે. બધા જૂના ઘાટીલા શક્તિ પ્લોટ માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના કૌટુંબિક ભાઈનો દીકરો અરવિંદભાઈની દુકાને ગુલ્ફી લેવા માટે ગયો હતો ત્યારે અરવિંદભાઈનો દીકરો ત્યાં બેઠો હોય તેને ઓગળી ગયેલ ગુલ્ફી તેને આપી હતી જેથી ફરિયાદીના કૌટુંબિક દાદા ચંદુભાઈ ગાંડુભાઈ તે બાબતે આરોપી અરવિંદભાઈને સમજાવવા માટે ગયા હતા ત્યારે દુકાનદાર અને તેના ભાઈ ઓધવજીભાઈ તથા મુન્નાભાઈએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને બોલાચાલી કરી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલ અરવિંદભાઈએ તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાનને હાથમાં અને કેડના ભાગે માર માર્યો હતો ત્યારે છનાભાઈ વચ્ચે છોડાવવા માટે પડતા તેને ઓધવજીભાઈએ લોખંડના પાઇપ વડે જમણા પગમાં માર મારીને ઇજા કરી હતી અને મુન્નાભાઈએ ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ભોગ બનેલા અનિલભાઈ અગેચાણિયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી અરવિંદભાઈ, ઓધવજીભાઈ અને મુન્નાભાઈની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News