મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાને ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચારનાર વિધર્મી શખ્સની ધરપકડ


SHARE









મોરબીમાં સગીરાને ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચારનાર વિધર્મી શખ્સની ધરપકડ

મોરબીના રવાપર રોડ ઉપરની ગારમેન્ટની દુકાનમાં કામ કરતાં શખ્સે સગીરાને દુકાનના ચેન્જ રૂમમાં લઈ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ તેમજ રવાપર પાસે આવેલ ફુડ કાફેમા લઈ જઈને ત્યાં બોક્સમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના આપતીજનક ફોટા પાડી લીધા હતા જેને વાયરલ કરવાની અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી સગીરાની માતાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હોય સગીરાની માતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ખાતે મુસ્તુફા દલવાણી સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતુ કે, મોરબીના રવાપર રોડ ઉપર આવેલા ગારમેન્ટની દુકાનમાં આરોપી મુસ્તુફા દલવાણી કામ કરે છે ત્યાં આવેલ ચેન્જ રૂમમાં ફરિયાદીની સગીર દીકરીને લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના ફોટો પડી લીધા હતા જેને વાયરલ કરવાની તેમજ સગીરાની માતાને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી અને તેને રવાપર ગામ પાસે આવેલ ફૂડ એન્ડ જોય નામના કાફેમાં આવેલ બોક્સમાં પણ સગીરા સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું જેથી સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૩૭૬ (૨) એન, ૫૦૬ (૨), પોક્સો ૫ એલ અને ૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા તેવામાં મહિલા પીએસઆઈ પી.આર. સોનારા અને તેની ટિમ દ્વારા આ ગુનામાં આરોપી મોરબી મુસ્તુફા સાજીદભાઈ દલવાણી જાતે સંધિ મુસ્લિમ (૧૯) રહે. મધર ટેરેસ ડેલાની સામે ભવાની સોડા વાળી શેરી કાલિકા પ્લોટ રવપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News