મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ખભો અથડાતાં યુવાનને છરીના પાંચ ઘા ઝીકવાના ગુનામાં ત્રણ પૈકીના બે આરોપીની ધરપકડ 


SHARE









મોરબીમાં ખભો અથડાતાં યુવાનને છરીના પાંચ ઘા ઝીકવાના ગુનામાં ત્રણ પૈકીના બે આરોપીની ધરપકડ 

મોરબીના નાનીવાવડી નજીક આવેલ દેવ ફન વર્લ્ડમાં ચાલીને જતા સમયે યુવાનનો ખભો અથડાયો હતો જે વાતમાં યુવાનને ચારથી પાંચ જેટલા છરીના ઘા ઝીકિ દીધા હતા જેથી યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને બાદમાં તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના નવાગામ ખાતે રહેતા રમજાનભાઈ મુરાદભાઈ કટિયા જાતે મિયાણા (૨૧) એ માળીયા મીયાણા ખાતે રહેતા ઈરફાન સંધવાણી અને તેની સાથે રહેલા શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને યુવાને ફરિયાદમાં લખાવ્યું હતું કે, રમજાન ઈદનો તહેવાર હોવાથી તે મોરબી નજીકના નાની વાવડી પાસે આવેલ દેવ ફન વર્લ્ડ ખાતે ફરવા માટે આવ્યો હતો ત્યારે બહાર નીકળતો હતો તે સમયે આરોપી ઈરફાન સંધવાણી સાથે ખંભો અથડાતાં તેને ઇરફાન સંધવાણીએ ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા ઇરફાન સંધવાણીએ પોતાની પાસે રહેલ છરી વડે તેને ખભાના ભાગે છરીનો એક ઘા મારી નીચે પાડી દીધો હતો અને તેની સાથે રહેલા બે શખ્સોએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બે શખ્સોએ તેને પકડી રાખતા આરોપી ઈરફાન સંધવાણીએ પેટ અને પીઠના ભાગે વધુ ચાર છરીના ઘા માર્યા હતા જેથી ઈજા પામેલા યુવાનને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન. સગારકા અને રાઇટર વિજયભાઈ સવસેટા દ્વારા આરોપી ઈરફાન સબબીરભાઈ સંધવાણી જાતે મિયાણા (૨૧) રહે. માળીયા અને સમીર અબ્રાહમ કટિયા (૨૮) રહે. સાંજરી પાન સામે માળીયા વાળાની ધરપકડ કરેલ છે




Latest News