મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

રેન્જ આઇજીના આદેશની તાત્કાલિક અમલવારી: મોરબીમાં શાળા કોલેજ પાસે પોલીસનું ચેકિંગ શરૂ


SHARE







રેન્જ આઇજીના આદેશની તાત્કાલિક અમલવારી: મોરબીમાં શાળા કોલેજ પાસે પોલીસનું ચેકિંગ શરૂ

મોરબીમાં છેલ્લા એકાદ પખવાડિયાની અંદર સગીરા સાથે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી હતી તેમજ અગાઉ છેડતીના બનાવો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને આરોપીઓની ધરપકડ કરી હતી જોકે, થોડા દિવસો પહેલા મોરબીમાં ઇન્સ્પેક્શન માટે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ આવ્યા હતા ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, મોરબીમાં મહિલાઓની સલામતીને ધ્યાનમાં રાખીને શાળા કોલેજની આસપાસના વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા ચેકિંગ કરવા માટેની ખાસ સુચના આપવામાં આવી છે દરમ્યાન આજે મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા, એ ડિવિઝનના પીઆઇ હકુમતસિંહ જાડેજા સહિતનો સ્ટાફ મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર પેટ્રોલિંગમાં હતો અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોમાંથી વાહન ચાલકોને રોકીને તેઓની પાસેથી તેઓના વાહનોના જરૂરી આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા અને ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેની પાસે વાહનોના જરૂરી આધાર પુરાવા ન હોય તેવા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને આવી જ રીતે સમયાંતરે આગામી સમયમાં પણ શાળા કોલેજની આસપાસના વિસ્તારમાં તેમજ મોરબી શહેરના મુખ્યમાર્ગો ઉપર ચેકિંગ કરવામાં આવશે તેવું અધિકારી સૂત્ર પાસેથી જાણવા મળે છે




Latest News