મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર નજીક ટાયરની કેબીન પાછળથી ૧૫ બોટલ દારૂ-૨૪ બિયરના ટીન સાથે એક શખ્સ પકડાયો


SHARE









મોરબીના ભરતનગર નજીક ટાયરની કેબીન પાછળથી ૧૫ બોટલ દારૂ-૨૪ બિયરના ટીન સાથે એક શખ્સ પકડાયો

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામ પાસે દુર્ગા ટાયરની કેબીનની પાછળ પડેલા ટાયરમાં દારૂ અને બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની ૧૫ બોટલ અને બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦,૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક શખ્સની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામ નજીક નેશનલ હાઈવે ઉપર દુર્ગા ટાયર નામની કેબીનની પાછળના ભાગમાં દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને કેબીનની પાછળના ભાગમાં પડેલા ટાયરના જથ્થામાં ચેક કરવામાં આવતા ત્યાંથી દારૂની ૧૫ બોટલો તથા બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦,૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને ચંદનકુમાર મનોજભાઈ દાસ જાતે કુરમી (૨૬) રહે. હાલ બાપાસીતારામ કોમ્પ્લેક્સ ભરતનગર તાલુકો મોરબી મૂળ રહે. બિહાર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂ બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતોતે દિશામાં હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના દલડી ગામથી કાશીપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ડબલ સવારે બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઇકને રોકીને પોલીસે ચેક કરતા બાઈક ઉપર જય રહેલા શખ્સો પાસેથી ૧૫ લીટર દારૂ મળી આવ્યો હોય પોલીસ ૩૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા ૪૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૪૦૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને મોહસીન ઉર્ફે મિતુલ આહમદભાઈ કટિયા જાતે મિયાણા મુસ્લિમ (૨૬) રહે. હસનપર શક્તિપરા રેલવે સ્ટેશન પાસે વાંકાનેર અને જીતેન્દ્રભાઈ ભીમજીભાઇ રાઠોડ જાતે કોળી (૩૫) રહે. નવાપરા વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે






Latest News