મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી ગામ નજીક સિરામિક યુનિટમાં ઊંચાઈએથી નીચે પડી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો


SHARE





મોરબીના ટીંબડી ગામ નજીક સિરામિક યુનિટમાં ઊંચાઈએથી નીચે પડી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે સીરામીકના કારખાનામાં અકસ્માત બનાવ બન્યો હતો જેમાં કામ દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પડી જતા યુવાનને ઇજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ પાસેરા વિટ્રીફાઈડ નામના યુનિટની અંદર કામ દરમિયાન પંદરેક ફૂટ જેટલી ઊંચાઇએથી નીચે પડી જતા ધવલ ભીમાણી (ઉમર ૨૮) મૂળ રહે.જુનાગઢ હાલ રહે.શોભેશ્વર રોડ સામાકાંઠે મોરબી-૨ વાળાને ઇજાઓ થતા જીગ્નેશભાઈ નામની વ્યક્તિ દ્વારા સારવાર માટે અહીંની સમર્પણ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ હાલ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળે છે તાલુકા પોલીસ મથકે બનાવ અંગે જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

બાઈક સાથે બાઈક અથડાતા ઇજા

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર મોડી રાતના બે વાગ્યે દરિયાલાલ કાંટા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે બાઈક સામસામે ટકરાવાનો બનાવ સર્જાયો હતો આ.અકસ્માતના બનાવમાં અક્ષય લક્ષ્મીદાસ ભાનુશાળી (ઉંમર ૨૩) રહે.સીરામીક સીટી લાલપર પાસે વાંકાનેર હાઇવે સામાકાંઠે મોરબી-૨ વાળાને ઇજા પહોંચતા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા નોંધ કરીને બનાવ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લખધીરપુર રોડ ઉપર બન્યો હતો જેમાં ત્યાં આવેલ ફેઈસ સીરામીકની પાસેથી બાઈક લઈને જઈ રહેલા રસિકભાઇ લક્ષ્મીકાંત જોશી (ઉમર ૩૮) રહે.ગેલના જી.જુનાગઢ વાળાના બાઈકને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા રસિકભાઈ જોશીને ઇજાઓ થતા અત્રેની મધુરમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે હોસ્પિટલ તરફથી યાદી આવતાં હાલ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.




Latest News