સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીના મોડપર ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ગુપ્ત ભાગે પાટુ અને ખભામાં પાઇપ માર્યો: બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના લતીપર રોડ ઉપર બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના સતાપર ગામની સીમમાં વાડી નજીક જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સહકારી મંડળીમાં પૈસા ભરવા જતા આધેડના બાઇકને છોટા હાથીના ચાલકે હડફેટે લેતા આધેડ સારવારમાં


SHARE









મોરબીમાં સહકારી મંડળીમાં પૈસા ભરવા જતા આધેડના બાઇકને છોટા હાથીના ચાલકે હડફેટે લેતા આધેડ સારવારમાં

મોરબીના ખાનપર રોડ ઉપરથી બાઇક લઈને જઈ રહેલા આધેડના બાઇકને અજાણ્યા છોટા હાથીના ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં ગંભીરપણે ઘવાયેલ આધેડને હાલ અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

ઉપરોક્ત બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ ખાનપર ગામના વતની અને હાલ મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટની સામે આવેલ ક્રિષ્ના સોસાયટીમાં રહેતા વસંતભાઈ છગનભાઈ જીવાણી નામના ૫૧ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ગંભીરપણે ઇજાઓ થવાથી અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને વધુમાં મળતી માહિતી મુજબ તેઓ મોરબીથી સહકારી મંડળીમાં પૈસા ભરવા માટે ખાનપર ગામ તરફ જતા હતા ત્યારે મોરબી-ખાનપર રોડ ઉપર ખત્રીની વાડી સામે બપોરના ૧૨ વાગ્યાના અરસામાં તેમના બાઇકને અજાણ્યા છોટા હાથીના ચાલક હડફેટે લીધુ હતુ જેથી શરીરના ભાગે થયેલ ગંભીર ઇજાઓના લીધે તેમને હાલ સારવાર માટે ખસેડાયા છે.બનાવની જાણ થતા હાલમાં તાલુકા પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ મહિલા એએસઆઇ નેહલબેન ખડીયાને સોંપવામાં આવેલ હોય તેઓ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા

મોરબીના વાવડી ગામ પાસે કબીર આશ્રમ નજીક રહેતા જગદીશ તાનસિંગ આદિવાસી નામના ૩૮ વર્ષના યુવાનને વાવડી રોડ ઉપર મારામારીના બનાવમાં ઇજા થતા અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે હળવદના માર્કેટિંગ યાર્ડ નજીક રહેતા ૧૦ વર્ષનો બાળક મોરબી ખાતે ઈજા પામતા તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હળવદના માર્કેટિંગ યાર્ડ પાસે રહેતો પ્રિન્સ બીપીનભાઈ ઠાકરેચા નામનો દસ વર્ષનો બાળક મોરબીની વીસી હાઇસ્કૂલ પાસેથી બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો તે સમયે તે ત્યાં રસ્તામાં બાઈકમાંથી અકસ્માતે નીચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી






Latest News