મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

માળિયાની આરામ હોટલ પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE































માળિયાની આરામ હોટલ પાસેથી ૧૨ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં માળીયા સીટી નજીક હાઇવે ઉપર આવેલી આરામ હોટલ પાસેથી શંકાસ્પદ સ્કુટર ચાલક નીકળતા તેને અટકાવી તલાસી લેવામાં આવતા તેની પાસેથી વિદેશી દારૂની ૧૨ બોટલ મળી આવી હતી જેથી કરીને એક શખ્સની ધરપકડ કરીને તેણે જેની પાસેથી આ દારૂનો જથ્થો મેળવ્યો હતો તે ઇસમનું નામ ખૂલ્યું હોય હવે માળીયા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

માળીયા મીંયાણા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ સ્ટાફના ક્રિપાલસિંહ ચાવડા તેમજ સંજયભાઇ રાઠોડ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે માળીયા સીટી નજીક હાઇવે ઉપર આવેસ આરામ હોટલ સામેથી શંકાસ્પદ ટીવીએસ જ્યૂપિટર સ્કુટર નંબર જીજે ૩૬ પી ૫૧૩૮ લઈને નિકળેલા મૂળજી રતિલાલ પરમાર (ઉમર ૨૯) ધંધો ભંગાર લે-વેચ હાલ રહે.અપ્પુ પ્લાસ્ટિક કારખાનાની પાસે લાલપર તા.જી.મોરબી મૂળ રહે ઉટબેટ (સામપર) તા.જી.મોરબી વાળાને અટકાવીને તેની તલાસી લેવામાં આવતા મૂળજી પરમારના કબ્જામાંથી વિદેશી દારૂની ૧૨ બોટલ મળી આવતા રૂપિયા ૩૬૦૦ ની કિંમતની દારૂની ૧૨ બોટલો તેમજ રૂપિયા ૪૦ હજારની કિંમતનું સ્કુટર એમ કુલ મળીને રૂા.૪૩,૬૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે મુળજી રતિલાલ પરમાર નામના શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે અને તેને આ જથ્થો રવિ ધીરજલાલ લખતરીયા રહે.લાલપર તા.જી.મોરબી વાળો અહિં આપી ગયો હોય તેવી મુળજીએ કબુલાત આપતા રવિ લખતરીયાની વિરુદ્ધ પણ ગુનો નોંધીને હવે રવિ લખતરીયાની માળીયા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ 

માળીયા મીંયાણા પોલીસ સ્ટાફે બાતમીના આધારે રાખોડિયા વાંઢ વિસ્તારમાં બાવળની કાંટમાં રેડ કરી હતી જ્યાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોય અને ત્યાંથી દેશી દારૂ બનાવવાનો આઠસો લીટર આથો ત્યાંથી મળી આવ્યો હોય રૂપિયા સોળસોની કિંમતનો દેશી દારૂનો જથ્થો પકડયો પકડી પાડવામાં આવ્યો હતો અને તેમાં માળિયા મિંયાણાના ત્રણ રસ્તા પાસે રહેતા યુસુફ અકબર મોવર જાતે મિંયાણા નામના ઇસમનું નામ ખુલતા હવે તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.












Latest News