મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી ઉમા ટાઉનશિપમાં રહેતા વૃદ્ધે ટંકારાના કલ્યાણપુર પાસે એસિડ પીને કર્યો આપઘાત


SHARE













મોરબી ઉમા ટાઉનશિપમાં રહેતા વૃદ્ધે ટંકારાના કલ્યાણપુર પાસે એસિડ પીને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામના પાટિયા પાસે વૃદ્ધે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વૃધ્ધનું મોત નીપજતાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામના પાટિયા પાસે વૃદ્ધે એસીડ પી લેતા બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ વૃધ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેની ઓળખ મેળવવા માટેની પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી હતી જોકે સારવાર દરમિયાન વૃધ્ધનું મોત થયું હતું  હાલમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જે વૃધ્ધે એસિડ પી લીધું હતું તેનું નામ વલ્લભભાઈ ઠાકરશીભાઈ ડઢાણીયા જાતે પટેલ (૬૮) રહે. મોરબી ઉમા ટાઉનશીપ વાળા હોવાનું સામે આવ્યું હતું અને તેને બીપી ડાયાબિટીસની બીમારી હોવાથી તેનાથી કંટાળીને તેણે એસિડ પી લીધુ હતુ હાલમાં ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હાર્ટ એટેકથી મોત

મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં આવેલ રોબ સેનેટરીવેરમાં માલ ભરીને વાહન લઈને આવેલ કુલદીપસિંગસજનરેલસિંગ ગોપરાય (૫૨) રહે, બટાલા રાજ્ય પંજાબ વાળો પોતાના વાહનની અંદર કેબીનમાં બેભાન અવસ્થામાં મળી આવેલ હતો અને તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ આધેડને ટ્રકમાં હાર્ટ એટેક આવી જવાથી તેનુ મોત નિપજ્યુ છે હાલમાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે








Latest News