મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જાજાસર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા


SHARE





માળીયા (મી)ના જાજાસર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા

માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામે કોળીવાસના ચોકમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૧૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મિયાણા તાલુકાના જાજાસર ગામે કોળીવાસના ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત માળિયા તાલુકા પોલીસની ટીમને મળી હતી જેથી કરીને પોલીસને ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે માયાભાઈ લક્ષ્મણભાઈ ખીંટ (૫૫), મનસુખભાઈ રામજીભાઈ પરમાર (૫૩), જીલુભાઈ મોહનભાઈ ગોગરા (૩૫) અને ઉકાભાઇ દેવાભાઈ સવસેટા (૬૫) રહે, બધા જાજાસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૧૪૦ નો મુદામાલ કબજે કર્યો છે અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના માટેલ ગામે શીતળા ધાર પાસે ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ચારસો લીટર આથો મળી આવ્યો હોય પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ મુદ્દામાલ પ્રકાશભાઈ જગુ




Latest News