માળીયા (મી)ના વિરવિદરકા ગામની સીમમાંથી યુવાનની કોહવાઈ ગયેલી લાશ મળી
માળીયા (મી)ના જાજાસર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા
SHARE
માળીયા (મી)ના જાજાસર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા
માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામે કોળીવાસના ચોકમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૩૧૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મિયાણા તાલુકાના જાજાસર ગામે કોળીવાસના ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત માળિયા તાલુકા પોલીસની ટીમને મળી હતી જેથી કરીને પોલીસને ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે માયાભાઈ લક્ષ્મણભાઈ ખીંટ (૫૫), મનસુખભાઈ રામજીભાઈ પરમાર (૫૩), જીલુભાઈ મોહનભાઈ ગોગરા (૩૫) અને ઉકાભાઇ દેવાભાઈ સવસેટા (૬૫) રહે, બધા જાજાસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૧૪૦ નો મુદામાલ કબજે કર્યો છે અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
દેશી દારૂ
વાંકાનેર તાલુકાના માટેલ ગામે શીતળા ધાર પાસે ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ચારસો લીટર આથો મળી આવ્યો હોય પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ મુદ્દામાલ પ્રકાશભાઈ જગુ