મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધાના ગળામાંથી સોનાના દોઢ તોલાના ચેનની ચીલઝડપ કરીને બે શખ્સ ફરાર


SHARE













મોરબીમાં વૃદ્ધાના ગળામાંથી સોનાના દોઢ તોલાના ચેનની ચીલઝડપ કરીને બે શખ્સ ફરાર

મોરબી શહેરના વિસ્તારમાં આવેલ લાયન્સનગરમાંથી વૃદ્ધા રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં ચાલીને પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ડબલ સવારી બાઈકમાં આવેલા બે શખ્સો તેના ગળામાંથી દોઢ તોલા સોનાનો ચેન ઝૂટવીને નાશી ગયા હતા જેથી કરીને આ બનાવવાની તાત્કાલિક મોરબી જિલ્લા કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જો કે, આ બનાવાની હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ લાયન્સનગરમાં રહેતા અનસોયાબેન બાબુલાલ વ્યાસ (૬૫) નામના વૃદ્ધા રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં લાયસન્સનગર પાસેથી પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ડબલ સવારી બાઈકમાં બે શખ્સો આવ્યા હતા અને વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાનો સોનાનો ચેન ઝૂટવીને તે નાસી ગયા હતા જેથી કરીને આ બનાવની તાત્કાલિક મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા પોલીસે આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી જોકે, ગત તા ૧૮/૫ ના રાત્રિના સમયે બનેલા બનાવાની હજુ સુધી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી !

શંકાસ્પદ બાઇક

મોરબી શહેરના પાડાપુલ નીચે આવેલ બેઠા પુલ પાસેથી લીલા કલરનું સ્પ્લેન્ડર નંબર જીજે ૩ આરઆર ૬૯૬૫ લઈને એક શખ્સ નીકળ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ પૂછપરછ કરતાં તેનું નામ સુનિલ મુકેશભાઈ વિકાણી જાતે દેવીપુજક (૧૯) રહે. હાલ સમર્પણ હોસ્પિટલની પાછળ મૂળ રહે. રામપર તાલુકો ટંકારા વાળો હોવાનું સામે આવ્યું હતું જો કે, તેની પાસેથી મળી આવેલ બાઈકના આધાર પુરાવા તેની પાસે ન હોવાથી હાલમાં પોલીસે ૧૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક ૪૧ (૧) ડી મુજબ કબજે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News