મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

માળીયા (મી)માંથી પસાર થતા નેશનલ હાઇવેમાં કેટલી જમીન કપાશે-વળતર શું મળશે તેનો ખુલાસો કરવાની માંગ


SHARE













માળીયા (મી)માંથી પસાર થતા નેશનલ હાઇવેમાં કેટલી જમીન કપાશે-વળતર શું મળશે તેનો ખુલાસો કરવાની માંગ

માળીયા મિયાણા તાલુકામાં આવતા નવલખી હાઈવેને ડેવલોપ કરવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોની જમીન કેટલી કપાશે અને ખેડૂતોને શું વળતર આપવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી કરીને આ અંગે જરૂરી ખુલાસો કરવા માટે પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે

સરકારનો પ્રોજેક્ટ નેશનલ હાઇવે માળીયા તાલુકામાંથી પસાર થવાનો છે ત્યારે માળીયાના કયા ગામના કેટલા ખેડૂતોની જમીનની કપાત કરવામાં આવશે તે અંગેની કોઈ માહિતી ખેડૂતોને આપવામાં આવી નથી જેથી કરીને માળીયા મિયાણા તાલુકાનાં ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલ છે જેમાં લખ્યું છે કે, નવો હાઇવે પસાર થવાનો છે તેમાં જમીન કપાત થવાની છે જો કે, ક્યાં ક્યાં ગામોના કેટલા ખેડૂતોની જમીન કપાશે અને શું વળતર મળશે તેની જરૂરી સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેથી ખેડૂતો મુઝવણમાં છે ત્યારે ચાંચાવદરડા ગામ પાસેની ખેતીલાયક ઉપજાવ જમીન કપાતમાં જાય છે અને ૬૨ ખેડૂતોની જમીન કપાઇ છે જેથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ તકે ચાંચાવદરડાના રાજેશભાઈ બાવરવા, માળીયા તાલુકા પંચાયતના માજી સભ્ય જગદીશભાઈ આદ્રોજા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હરિભાઈ બાવરવા, સરપંચ ચાંચાવદરડા વલ્લભભાઈ સીનોજીયા, મહેશભાઈ બાવરવા, વિપુલભાઈ આદ્રોજા સહિત ખાતેદારો હાજર રહ્યા હતા






Latest News