મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં રામકુવા પાસે ઘરમાંથી દારૂ ૧૬ બોટલ સાથે બુટલેગર પકડાયો


SHARE









મોરબીમાં રામકુવા પાસે ઘરમાંથી દારૂ ૧૬ બોટલ સાથે બુટલેગર પકડાયો

મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં રામકુવા પાસેની શેરીમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા ઘરમાંથી ૧૬ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૬૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ રામકુવા વાળી શેરીમાં રહેતા નિલેશભાઈ ભરતભાઈ ડાભીના ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી દારૂની ૧૬ બોટલ દારૂ મળી આવતા પોલીસે ૬૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ કબજે કર્યો હતો અને આરોપી નિલેશભાઈ ભરતભાઈ ડાભી જાતે કોળી (૧૮) રહે. રામકુવા વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે

દેશી દારૂ

હળવદ તાલુકાના રાયધ્રા ગામથી સમલી ગામ તરફ જવાના રસ્તે ખોડીયાર માતાજીના મંદિર પાસેની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલૂ હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦૦ લિટર  આથો મળી આવ્યો હોય પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતનો માલ કબજે કર્યો હતો જોકે આ વાડી મહેન્દ્રભાઈ ઉર્ફે મેંદો મશરૂભાઈ કોળી રહે રાયધ્રા વાળાની હોય તે સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે




Latest News