આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબી-રફાળેશ્વરની જુદીજુદી ત્રણ પેઢીના ત્રણ સંચાલકએ સરકાર સાથે કરી ૪.૨૮ કરોડની છેતરપિંડી


SHARE













મોરબી-રફાળેશ્વરની જુદીજુદી ત્રણ પેઢીના ત્રણ સંચાલકએ સરકાર સાથે કરી ૪.૨૮ કરોડની છેતરપિંડી

મોરબી અને રફાળેશ્વરમાં આવેલ જુદીજુદી ત્રણ પેઢીના સંચાલકો દ્વારા કરોડો રૂપિયાનો વેપારી કરીને સરકારમાં જમા કરવાના થતો 18 ટકા ટેક્સ જમા કરાવેલ નથી અને આટલું જ નહીં પરંતુ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરીને તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરી છે જેથી કરીને હાલમાં જીએસટી વિભાગના બે અધિકારી દ્વારા જુદાજુદા પોલીસ સ્ટેશનમાં સરકાર સાથે ૪.૨૮ કરોડનો વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરનારા ત્રણ પેઢીના ત્રણ સંચાલકોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ હાલમાં લાલબાગ સરકારી કર્વાટર્સમાં રહેતા સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કચેરીમાં ફરજ બજાવતા સ્મિત જયેન્દ્રકુમાર પટેલ (30)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીમાં નાગર પ્લોટમાં આવેલ જય શોપીંગમાં મે. વિશાલ એંટરપ્રાઈસના માલિક રફીકભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી અને મોરબીના જય કોમ્પલેક્ષ અનિકેત કોર્પોરેશનના માલિક ગફારભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી વાળા સામે ટેક્સની ચોરી સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેઆરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયાએ પોતાના મે. વિશાલ એંટરપ્રાઈસ નામની પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭૨૦૦૭/૦૮નું કુલ રુપિયા ૧,૦૬,૪૮,૦૩૩ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમા જમા કારાવેલ નથી તેવી જ રીતે આરોપી ગફારભાઇ રજાકભાઇ માંડવીયાએ પોતાની અનિકેત કોર્પોરેશન પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭૨૦૦૭/૦૮ અને ૨૦૦૮/૦૯ નું કુલ રુપિયા ૧,૭૭,૮૭,૯૦૦ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમાં જમા કારાવેલ નથી અને આ બન્ને આરોપીઓએ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરી તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરીને સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી છે જેથી કરીને પોલીસે અધિકારી નોંધાવેલ ફરિયાદ આધારે આઇ.પી.સી. કલમ ૪૦૬૪૨૦ તથા ગુજરાત મુલ્યવર્ધિત વેરા કાયદા હેઠ્ળ કલમ ૮૫(સી), (ઈ) અને (જી) મુજબ ગુનો નોંધીને આગળને કાર્યવાહી કરેલ છે

મોરબીમાં રહેતા અને જીએસટી વિભાગમાં ફરજ બજાવતા પુજાબેન ચંદુલાલ વશ્નાણી (30)એ હાલમાં રફીકભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબીગફારભાઇ રજાકભાઇ માંડવીયા  રહે. કુબેરનાથ રોડ મોરબી અને તોફીકભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી વાળાની સામે સરકારની સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કેરફાળેશ્વર ઇન્ડ. એસ્ટેટમાં પ્લોટ નં ૧૯૨/૧૯૬ મે. વિક્રમ એલોય નામની પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭૨૦૦૭/૦૮ અને ૨૦૦૮/૦૯ નું કુલ રુપિયા ૧,૪૩,૮૪,૪૦૪ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમા જમા કારાવેલ નથી અને ત્રણેય આરોપીઓએ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરી તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરીને સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરેલ છે જેથી અધિકારી નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આઇ.પી.સી. કલમ ૪૦૬૪૨૦ તથા ગુજરાત મુલ્યવર્ધિત વેરા કાયદા હેઠ્ળ કલમ ૮૫(સી), (ઈ) અને (જી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News