મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવા અંજિયાસરથી લગ્ન પ્રસંગમાં જવા માટે ઇકો ગાડી બાંધવા ગયેલ યુવાનનું ઇકો ગાડી પલટી મારી જતા મોત: પરિવારમાં શોકનું મોજુ


SHARE





માળીયા (મી)ના નવા અંજિયાસરથી લગ્ન પ્રસંગમાં જવા માટે ઇકો ગાડી બાંધવા ગયેલ યુવાનનું ઇકો ગાડી પલટી મારી જતા મોત: પરિવારમાં શોકનું મોજુ

માળીયા (મી)ના નવા અંજિયાસર ગામે રહેતો યુવાન તથા તેના કાકાનો દીકરો લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે બહાર જવું હોય ઈકો ગાડી ભાડે કરવા માટે થઈને ગયા હતા અને ત્યાંથી બે ઇકો ગાડી બાંધીને બંને યુવાનો જુદી જુદી ગાડીમાં ઘર તરફ પરત આવી રહ્યા હતા દરમિયાન એક ઇકો ગાડી પલટી મારી જતા તેમાં બેઠેલ ડ્રાઇવરને ઇજા થઈ હતી અને ગાડી બાંધવા માટે ગયેલ યુવાનને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી  પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના નવા અંજીસર ગામે રહેતા ઇલિયાસભાઈ અભરામભાઈ માલાણી જાતે મિયાણા (૩૫) એ હાલમા ઇકો ગાડી નંબર જીજે ૩૬ એસી ૯૨૨૧ ના ચાલક મહેમુદભાઈ ઇસ્માઈલભાઈ જામ રહે માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓની કાકાની દિકરી શેરબાનુ જેડા જામનગર ખાતે રહેતી હોય તેની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે તેઓના પરિવારને ત્યાં જવું હતું જેથી કરીને ફરિયાદીનો ભાઈ અલ્તાફ અબરામભાઈ માલાણી (૨૩) અને તેનો કાકાનો દીકરો નજરમહમદ હૈદરઅલી માલાણી બંને માળીયા સીએનજી પંપ પાસે ઇકો ગાડી ભાડે કરવા માટે તેને ગયા હતા અને ત્યાં અલ્તાફે ઇકો ગાડી નંબર જીજે ૩૬ એસી ૯૨૨૧ ભાડે કરી હતી અને નજરમામદે પણ બીજી એક ઇકોગાડી ભાડે કરેલ હતી અને સીએનજી પમ્પ ગેસ ભરાવીને નજરમામદ ગાડી સાથે ઘર બાજુ રવાના થયો હતો જોકે અલ્તાફે જે ઈકોગાડી બાંધી હતી તેમાં પાછળના ભાગે સીટો ન હોવાથી ડ્રાઇવરના ઘરે ગાડીમાં પાછળના ભાગની સીટો ફીટ કરવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ અલ્તાફના ઘર તરફ પાછા જતા હતા ત્યારે સીએનજી પંપ પાસે ડ્રાઇવરે ગાડીના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ઇકો ગાડી પલટી મારી ગઈ હતી જેથી કરીને ગાડીમાં બેઠેલ ડ્રાઇવર મહેમુદભાઈ અને અલ્તાફને ઇજાઓ થઈ હતી અને આ બનાવની ફરિયાદી તથા તેના કાકા ના દીકરા નજરમામદને જાણ થતા તેઓ બંને તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ૧૦૮ માં તાત્કાલિક અલ્તાફ તથા ઈકો ગાડીના ડ્રાઇવરને હોસ્પિટલને લઇ ગયા હતા જોકે ત્યાં ગાડીના ચાલક મહેમુદભાઈ ઇસ્માઈલભાઈ જામને પેટના ભાગે ઇજા થઇ હોવાથી તેને સારવાર આપવામાં આવી હતી જોકે અલ્તાફ અભરામભાઈ માલાણીને ગંભીર ઇજા હોવાથી તેનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હાલ મૃતકના ભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News