મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગર પાસે ડબલ સવારી બાઇકને હડફેટે લઈને એક યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ


SHARE









મોરબીના પ્રેમજીનગર પાસે ડબલ સવારી બાઇકને હડફેટે લઈને એક યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ

મોરબીના પ્રેમજીનગર પાસે ડબલ સવારી બાઇકને સ્વીફ્ટ કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા બંને યુવાનને રાજકોટ સુધી સારવારમાં લઈને ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન એક યુવાનનું મોત નીપજયું હતું જેથી ઇજા પામેલા બીજા યુવાનની ફરિયાદ લઈને પોલીસે સ્વિફ્ટ કારના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર પ્રેમજીનગર ગામ પાસે ડબલ સવારીમાં જતા બાઇકને સ્વીફ્ટ કારના ચાલકે હડફેટે લીધી હતી ત્યારે બાઇક ચલાવતા સાહિલ ભલાભાઇ મકવાણા (૧૭) રહે.મકનસર તેમજ રાજેશ સોંડાભાઇ પરમાર (૧૮) રહે. જાંબુડીયા વાળાઓને ઈજા થતા પ્રથમ અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંનેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. અને ત્યાં સારવાર દરમ્યાન સાહિલ ભલાભાઇ મકવાણાનું મોત નીપજયું હતું અને આ બનાવમાં ઇજા પામેલા યુવાન રાજેશ સોંડાભાઇ પરમારની ફરિયાદ લઈને પોલીસે સ્વિફ્ટ કારના ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા અંતે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવમાં તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા સ્વીફટ કાર લઈને ભાગી છુટેલા આરોપી જયેશ વેલજીભાઇ શેખવા (૩૪) રહે. પ્રેમજીનગર (મકનસર) તાલુકો જીલ્લો મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા
મોરબી તાલુકાના વાઘપર ગામે રહેતા રાજેશભાઈ બાબુભાઈ બાવરવા જાતે પટેલ (૫૦) ને વાહન અકસ્માતમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા તેઓ વાધરવા ગામથી મોરબી બાજુ આવતા હતા ત્યારે તેમના બાઈક સાથે ગાળા ગામ પાસે રોજડુ અથડાતા તેઓ બાઈક સહિત નીચે પટકાયા હતા જેથી ઈજા પામતા રાજેશભાઈ બાવરવાને સારવારમાં ખસેડાયા હતા આ બનાવની આગળની તપાસ ફિરોઝભાઈ સુમરા ચલાવી રહ્યા છે




Latest News