મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપમાં પીવાના પાણીનો પ્રશ્ન ધારાસભ્ય કાંતિભાઈની દરમ્યાનગીરીથી ઉકેલાયો
મોરબીમાં સગીરાને મોબાઈલ આપવાની તેમજ સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને દુષ્કર્મ
SHARE
મોરબીમાં સગીરાને મોબાઈલ આપવાની તેમજ સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને દુષ્કર્મ
મોરબીના શનાળા ગામ પાસે આવેલ ગોડાઉનની અંદર સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં સગીરા કેટરર્સમાં કામકાજ કરતી હોય અને તેની સાથે કામ કરતા શખ્સના પરીચયમાં આવતા તે ઇસમ દ્વારા અગાઉ તે સગીરાને જુનો મોબાઇલ લઈ આપવાનું કહીને બાદમાં અનેક વખત દુષ્કર્મ ગુજારીને આ વાત કોઈને કહીશ તો તને અને તારા પરીવારને સમાજમાં બદનામ કરી નાંખીશ તેવી ધાક ધમકી આપવામાં આવી હતી.બાદમાં ભોગ બનેલ સગીરાની માતાએ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરી કેટરર્સમાં કામકાજ કરતી હોય અને તેની સાથે કેટરર્સમાં ભાવેશ ડાભી જાતે સતવારા રહે.દલવાડી સર્કલ પાસે કંડલા બાયપાસ પાસે મોરબી વાળો પણ સાથે કામ કરતો હોવાના લીધે સગીરા તેના પરિચયમાં આવી હતી.જેથી ભાવેશ ડાભીએ સગીરાના ભોળપણનો લાભ ઉઠાવીને તેણીને જુનો મોબાઇલ લઈ આપવાનું કહી બાદમાં મોરબીના શનાળા ગામ પાસે આવેલ કેટરર્સના ગોડાઉનમાં સગીરાની ઈચ્છા વિરુદ્ધ તેણીની સાથે દુષ્કર્મ આચાર્યુ હતુ અને બાદમાં અવારનવાર દુષ્કર્મ આચાર્યુ હતુ.તેમજ આ અંગે જો કોઈને કંઇ કહીશ તો તને અને તારા પરિવારને સમાજમાં બદનામ કરી નાંખીશ તેવી ધમકી પણ ભાવેશ ડાભી દ્વારા સગીરાને આપવામાં આવતી હતી.બાદમાં સગીરાએ આપવીતી પોતાના પરિવારજનોને વર્ણવતા હાલમાં સગીરાની માતા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે આઇપીસી કલમ ૩૭૬ (દુષ્કર્મ) અને પોકસો સહિતની કલમો હેઠળ ભાવેશ ડાભી જાતે સતવારા રહે.મોરબી દલવાડી સર્કલ પાસે વાળા વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.જેની આગળની તપાસ મહિલા પીએસઆઇ પી.આર.સોનારા ચલાવી રહ્યા છે.
ઊંચાઈએથી નીચે પડતા સારવારમાં
મોરબીના જાંબુડીયા ગામ નજીક આવેલ સિધ્ધી મિનરલ્સ નામના કારખાનામાં કામ દરમિયાન છાપરું તૂટીને નીચે પડતા યુવાનને ઇજા પહોંચી હતી.જેથી યુવાનને સારવારમાં ખસેડાયો હતો.મોરબીની નક્ષત્ર હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસ મથક ખાતે યાદી મોકલવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે ધર્મેન્દ્રસિંગ (ઉંમર ૩૦) રહે.કોયલખેડી મધ્યપ્રદેશ વાળાને સિધ્ધી મિનરલ્સ નામના કારખાનામાં કામ દરમિયાન છાપરા ઉપર ચડ્યો હતો અને ત્યારે છાપરું તૂટી પડતા નીચે પડવાથી ધર્મેન્દ્રસિંગને ઈજા પહોંચી હોય સારવારમાં ખસેડાયો છે.હાલ આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એ.એમ. ઝાપડિયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર શેરી નંબર-૧ માં રહેતા મનસુખભાઈ ભીમજીભાઈ હોથી નામના ૭૫ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.હોસ્પિટલ ખાતેથી પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી અને તેમાં સામે આવ્યુ હતુ કે મનસુખભાઈ હોથી બાઈક લઈને મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટ નજીક કામ સબબ ગયા હતા ત્યારે ત્યાં તેમનું બાઈક ગાય સાથે અથડાતા બાઈક સહિત તેઓ નીચે પટકાયા હતા જે બનાવમાં તેઓને ઇજા થતાં તેમને સારવાર માટે આયુષ હોસ્પિટલે લઈ જવાયા હતા.









