મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક આથડતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઈદગાહ ખાતે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ અદા કરી એકમેકને ઈદની શુભકામના પાઠવી


SHARE









મોરબીમાં ઈદગાહ ખાતે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ અદા કરી એકમેકને ઈદની શુભકામના પાઠવી

ભારતમાં ઈદ ઉલ અઝહાનો તહેવાર ૨૯ જૂનને ગુરુવારે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ ઈદગાહ ખાતે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી અને આજે બકરી ઇદના દિવસે સવારે મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે ઈદગાહ ખાતે આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ઇદ ઉલ અઝહાની નમાજના સમય ભારતમાં દરેક શહેરમાં અલગ અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે ઈદ ઉલ અઝહાના દિવસે સૂર્યોદય પછી નમાજ અદા કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ, બકરી ઇદના દિવસે ઈદગાહમાં સવારે નમાઝ અદા કરવામાં આવે છે ત્યાર બાદ મુસ્લિમ સમાજના બિરાદરો એકમેકને ઈદની શુભકામના આપે છે ત્યારે આજે મોરબીમાં આવેલ ઈદગાહ ખાતે ધર્મગુરુ સહિતનાઓની હાજરીમાં નમાઝ અદા કરવામાં આવી હતી અને ત્યાર બાદ દર વર્ષની જેમ ઝૂલૂસ પણ નિકળ્યું હતું દરમ્યાન આજે મોરબી  શહેરમાં એ ડિવિઝન પોલીસ સહિત જીલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવેલ છે




Latest News