મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક આથડતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપમાં પીવાના પાણીનો પ્રશ્ન ધારાસભ્ય કાંતિભાઈની દરમ્યાનગીરીથી ઉકેલાયો


SHARE









મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપમાં પીવાના પાણીનો પ્રશ્ન ધારાસભ્ય કાંતિભાઈની દરમ્યાનગીરીથી ઉકેલાયો

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપમાં પીવાના પાણીના ધાંધીયા હતા અને લોકોને પીવાના પાણી માટે હેરાન થવું પડે છે તે બાબતની ફરિયાદ કરવા માટે થઈને પ્રભુ કૃપા કાઉન્સીપમાં રહેતા લોકો ગઈકાલે સવારે મહેન્દ્રનગર ગ્રામ પંચાયત અને બપોર પછી જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પાણી બાબતે ધબધબાટી બોલાવી હતી ત્યારબાદ ધારાસભ્યએ સ્થળ ઉપર આવીને આ પ્રશ્ન ઉકેલી આપતા લોકોમાં હર્ષની લાગણી વ્યક્ત કરી હતી

મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપમાં પીવાના પાણીના ધાંધીયા હતા જેની પંચાયતમાં તેમજ જિલ્લા પંચાયત કચેરી અને કલેકટર કચેરી ખાતે જઈને મહેન્દ્રનગરની પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા લોકો રજૂઆત કરી હતી અને નિયમિત તેમજ પૂરતા પ્રમાણમાં સમયસર પાણી મળતું આપવાની માંગ કરી હતી જોકે આ બાબતની જાણ મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્યને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાત્રે પ્રભુ કૃપા ટાઉનશીપ વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાં સ્થળ ઉપરથી પાણી પુરવઠા બોર્ડના જવાબદાર અધિકારી સાથે ફોન ઉપર વાત કરીને બીજા બધા જ કામ પડતા મૂકીને પહેલા લોકોને પાણીની સમસ્યા દૂર કરવા માટેનું કામ કરવામાં આવે અને અગાઉ જે જૂની લાઈનમાંથી પ્રભુ કૃપા ટાઉનશિપને પાણીની સપ્લાય કરવામાં આવતી હતી તે હાલમાં શરૂ કરવામાં આવે તેમજ નવી વ્યવસ્થા ઉભી કરવાની છે તે આગામી દિવસોમાં યોગ્ય રીતે કાર્યરત થઈ જાય ત્યાર પછી તે વ્યવસ્થામાંથી પ્રભુકૃપા ટાઉનશીપના લોકોને પાણી મળે તે પ્રકારનું આયોજન કરવા માટે પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારી અને કર્મચારીઓને ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી છે આમ પ્રભુ કૃપા ટાઉનશીપ વિસ્તારના લોકો સવારથી લઈને સાંજ સુધી જુદી જુદી કચેરીઓમાં ધક્કા ખાધા હતા તેમ છતાં પણ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી જોકે ધારાસભ્ય રાત્રે સ્થળ ઉપર આવીને તાત્કાલિક પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરીને પાણીનો પ્રશ્ન ઉકેલવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી




Latest News