મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીના શનાળા ગામ પાસે આવેલ ગોડાઉનની અંદર સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં ભોગ બનેલ સગીરાની માતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી સાથે ભાવેશ ડાભી જાતે સતવારા રહે.દલવાડી સર્કલ પાસે કંડલા બાયપાસ પાસે મોરબી વાળો પરિચયમાં આવ્યો હતો અને ભાવેશ ડાભીએ સગીરાના ભોળપણનો લાભ ઉઠાવીને તેણીને મોબાઇલ લઈ આપવાનું કહી બાદમાં મોરબીના શનાળા ગામ પાસે આવેલ ગોડાઉનમાં સગીરા સાથે દુષ્કર્મ આચાર્યુ હતુ અને બાદમાં અવારનવાર દુષ્કર્મ આચાર્યુ હતુ. અને જો કોઈને કંઇ કહીશ તો તને અને તારા પરિવારને સમાજમાં બદનામ કરી નાંખીશ તેવી ધમકી ભાવેશ ડાભી દ્વારા આપવામાં આવતી હતી. ત્યાર બાદમાં સગીરાએ આપવીતી પોતાના પરિવારજનોને કહી હતી અને સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મહિલા પીએસઆઇ પી.આર.સોનારાએ આરોપી ભાવેશભાઈ ગોવિંદભાઇ ડાભી જાતે  સતવારા (૨૧) ધંધો કેટરિંગ રહે. કપુરીની વાડી દલવાડી સર્કલ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

યુવતી ગુમ
મોરબી રેલ્વે સ્ટેશન રોડ મહાદેવ ફરસાણ ઉપર મકાનમા રહેતા પ્રીતમભાઇ મુકેશભાઇ જોષીએ હાલમાં તેની દીકરી બંસીબેન પ્રીતમભાઇ જોષી જાતે બ્રાહ્મણ (૧૯) ગુમ થયેલ છે જેમાં પ્રીતમભાઇએ જણાવ્યુ છે કે, ગઇ તા. ૨૮/૬/૨૩ ના રોજ પ્રીતમભાઇ અને તેની પત્ની ઘરે હતા અને તેની દીકરી બંશી હાજર હતા ત્યારે દીકરી ઘરે ઉપરના મળે એકલી સૂતી હતી અને સવારે તે હાજર ન હતી જેથી કરીને પ્રીતમભાઇએ દીકરી ગુમ થયેલ છે તેવી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમસુધા જાણ કરી છે જેના આધારે પોલીસે યુવતીને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે




Latest News