મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની સુપર આલાપ સોસાયટીમાં વરસાદી પાણી કાઢવા માટે અંતે દીવાલ તોડવામાં આવી


SHARE









મોરબીની સુપર આલાપ સોસાયટીમાં વરસાદી પાણી કાઢવા માટે અંતે દીવાલ તોડવામાં આવી

મોરબીના સુપર આલાપ સોસાયટી વિસ્તારમાં છેલ્લે પડેલા ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને સમગ્ર સોસાયટી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો અને લોકોને રસ્તા ઉપરથી અવરજવર પણ બંધ થઈ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો અને જો કોઈ વાહન લઈને તે પાણીમાંથી પસાર થાય તો તેના વાહન પણ બંધ થઈ જતા હતા તેવી પરિસ્થિતિ હતી જેથી કરીને તાત્કાલિકા વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેની વ્યવસ્થા કરવા માટે પાલિકા સુધી રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ પાલિકાની મશીનરી ત્યાં તાત્કાલિક મોકલવામાં આવી હતી અને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે થઈને વરસાદી પાણીના નિકાલમાં જે આડસ હતી તેને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ નગરપાલિકાની મશીનને કામે લગાડવા છતાં સો ટકા વરસાદી પાણીનો નિકાલ ગઇકાલે મોડી રાત સુધી થયો ન હતો તેવું ત્યાંના સ્થાનિક રહેવાસી લોકો પાસેથી જાણવા મળ્યું હતું અને જો આગામી સમયમાં ભારે વરસાદ પડે તો પરિસ્થિતિ કેવી થશે તેની ચિંતા લોકોને સતાવી રહી છે




Latest News