મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળીમાં શિક્ષકનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો


SHARE







ટંકારાના હરબટીયાળીમાં શિક્ષકનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષક મગનલાલ ઉજરીયા વયનિવૃત્ત થતા શ્રી હરબટીયાળી પ્રાથમિક શાળા તેમજ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હરબટીયાળી પટેલ સમાજવાડી ખાતે નિવૃત્તિ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી. અંબારીયા, દિનેશભાઈ ગરચર, મોરબી જિલ્લા પ્રા. શિ. સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, મહામંત્રી દિનેશભાઇ હુંબલ, ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, જામનગર જિલ્લા પ્રા. શિ. સંઘના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા, મંગુભાઇ પટેલ, મયુરસિંહ, પ્રમુખ યુવરાજસિંહ તેમજ  સંગઠનના હોદ્દેદારો, નિવૃત્ત શિક્ષકો અને બહોળી સંખ્યામાં ટંકારા તાલુકાના શિક્ષકો તેમજ મગનલાલના સ્નેહીજનોએ હાજર રહીને સન્માન કર્યું હતું. ત્યારે બેંગ બેંગ ગ્રુપ દ્વારા મગનલાલનું પુસ્તકતુલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં તેમના વજન જેટલા વજનની નોટબુક શાળાના વિદ્યાર્થીઓ માટે અર્પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, મહામંત્રી વિરમભાઈ તેમજ સંગઠનના હોદ્દેદારો અને હરબટીયાળી પ્રાથમિક શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News