હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હૂલમો કરનારા પિતા-પુત્રોની ધરપકડ


SHARE







મોરબીમાં યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હૂલમો કરનારા પિતા-પુત્રોની ધરપકડ

મોરબીમાં સબજેલ સામે આવેલ વાલ્મીકિવાસ વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે બાઈક ચલાવવા બાબતે સમજાવવા ગયેલા વ્યક્તિને માર મારતા હતા જેથી તેને છુટા પાડવા માટે વચ્ચે પડેલા યુવાનને તલવાર અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેની ફરિયાદ આધારે પોલીસે હાલમાં આરોપી પિતા અને પુત્રોની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સબજેલ સામેના ભાગમાં આવેલ વાલ્મીકિવાસ વિસ્તારમાં રહેતા અજયભાઈ ગોવિંદભાઈ પરમાર (૩૦) નામના યુવાને અતુલભાઇ ગેલાભાઈ ઝાલા, આદર્શભાઈ અતુલભાઇ ઝાલા અને પપ્પુભાઈ અતુલભાઇ ઝાલા રહે. બધા વાલ્મીકિવાસ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, હસમુખભાઈ પોતાનું બાઈક લઈને કામ ઉપર જતા હતા ત્યારે આદર્શ અતુલભાઇ ઝાલાને બાઈક ચલાવવા બાબતે સમજાવતા હતા તે બાબતનો ખાર રાખીને અતુલભાઇ, આદર્શભાઈ અને પપ્પુભાઈએ હસમુખભાઈને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને માર મારતા હતા જેથી ફરિયાદી અજયભાઈ તેઓને છૂટા પડાવવા માટે થઈને વચ્ચે પડ્યા હતા ત્યારે અતુલભાઇ ઝાલાએ તેને તલવાર વડે હાથમાં માર માર્યો હતો અને આદર્શભાઈએ લોખંડના પાઇપ વડે માથામાં માર મારીને ઈજા કરી હતી અને ત્યાર બાદ તે ત્રણેય નાશી ગયા હતા અને ઇજા પામેલા અજયભાઈ પરમારને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાર બાદ તેને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી શૈલેષ ઉર્ફે અતુલ ગેલાભાઈ ઝાલા (૪૧), આદેશ ઉર્ફે આદર્શ શૈલેષભાઈ ઝાલા (૨૧) અને ગૌરવ ઉર્ફે પપ્પુ શૈલેષભાઈ ઝાલા (૨૧) રહે. બધા સબ જેલ સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News