રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ગણેશજીની મુર્તિ માથે પડતાં બે મહિનાની બાળકીનું મોત


SHARE









મોરબીમાં ગણેશજીની મુર્તિ માથે પડતાં બે મહિનાની બાળકીનું મોત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસે રહેતા અને ગણપતિની મૂર્તિ બનાવવાનું કામ કરતા પરિવારની બે મહિનાની બાળકી ઘોડિયામાં સૂકી હતી ત્યારે ઘોડિયામાં હિંચકો નાખતા ભાઈએ જોરથી હિચકો નાખતા મૂર્તિ સાથે અથડાવાના કારણે મૂર્તિ બાળકીના માથા ઉપર પડતા તેના માથામાં ગંભીર ઇજા થયેલ હતી અને તે બાળકીને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું છે જેથી આ બનાવની રાજકોટ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ  ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસે રહેતા મૂળ રાજસ્થાનના રરહેવાસી ભાવાભાઈ સોલંકીની બે મહિનાની દીકરી રવિનાબેન ત્યાં ઘોડિયામાં સૂતી હતી અને ત્યારે તેનો મોટો ભાઈ તેને હીંચકા નાખતો હતો દરમિયાન ગણપતિની મૂર્તિ સાથે અથડાતા મૂર્તિ તે બાળકી ઉપર પડી હતી અને બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન રવિના સોલંકીનું મોત નીપજ્યું હોવાનું હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ભાવાભાઈ સોલંકી રાજસ્થાનથી ગણેશની મૂર્તિ બનાવવા માટે પોતાના પરિવાર સાથે મોરબી આવ્યા હતા અને તેના બે દીકરા તથા ત્રણ દીકરી અને પત્ની હાલ મોરબી હતા જોકે વધુ કામ હોવાના કારણે તેઓ ભાવનગર ગયા હતા અને અહીંયા તેમની પત્ની અને પાંચેય બાળકો રોકાયેલા હતા દરમિયાન બે માસની બાળકી ઉપર ગણપતિની મૂર્તિ પડતાં તેને માથામાં ઇજા થવાથી તેનું મોત નીપજયું છે

માર માર્યો

મોરબીની વાવડી ચોકડી પાસેથી પસાર થતા રાજકોટના કોઠારીયા ખાતે રહેતા દિલીપભાઈ શામજીભાઈ સાગઠીયા (૨૬)ને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઢીકાપાટુ અને લાકડી વડે માર મારવામાં આવતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી લઈને આવ્યા હતા અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે




Latest News