મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં શાળા, કોલેજ સહિતના સ્થળોએ ધામધુમથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ


SHARE













મોરબીમાં શાળા, કોલેજ સહિતના સ્થળોએ ધામધુમથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ

મોરબી બંગાલી સ્વર્ણ શિલ્પી એસો., સબ જેલ, સર્વોદય એજ્યુકેશન સોસાયટી, આવાસ યોજના, ઊંચી માંડલ સહિતના જુદાજુદા સ્થળોએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજ વંદન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

બંગાલી સ્વર્ણ શિલ્પી એસો.

મોરબી બંગાલી સ્વર્ણ શિલ્પી એસોસિએશન દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગ્રીનચોક ખાતે ધ્વજવંદન અને ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે ગ્રીનચોક ખાતે આન, બાન અને શાન સાથે તિરંગો લહેરાવાયો હતો. ત્યાર બાદ સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કમિટી મેમ્બર અનિશભાઈ, રામભાઈ મોહિતભાઈ રાવલ, તુષારભાઈ, સંજયભાઈ, ફીસુલભાઈ, સંજીતભાઈ, મુકેશભાઈએ જહેમત ઉઠાવી હતી.

સબ જેલ

મોરબી જેલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ, ઈન્ચાર્જ જેલર પી.એમ. ચાવડા અને જેલના અધિકારી, કર્મચારી અને કેદીઓ હાજર રહ્યા હતા અને મારી માટી મારો દેશ કાર્યક્રમ, હર ઘર ત્રિરંગા યાત્રા કાર્યક્રમ, વકૃત્વ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જેલ સલાહકાર સમિતિ સભ્ય જ્યોતીસિંહ જાડેજા સહિતના હાજર રહ્યા હતા

આવાસ યોજના

મોરબીના લીલાપર રોડ પર આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ધ્વજા આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં પાલિકાના માજી સભ્ય ભાવિકભાઈ જારીયા, ભાજપના આગેવાન જ્યોતીસિંહ જાડેજા તેમજ લીલાપર આવાસ યોજનાના રહેવાસીઓ હાજર રહ્યા હતા

સર્વોદય એજ્યુકેશન સોસાયટી

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારે એનસીસીની બહેનો દ્વારા રાષ્ટ્રપ્રેમ ઉપર સમુહ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ વોરા, ભૂતપૂર્વ જોઈન્ટ કમિશનર તથા હાલમાં ડી.કે.વી. કોલેજ જામનગરના આચાર્ય ડો. પુરોહિત સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે ડો.પુરોહિતએ વિદ્યાર્થીઓને અને એનસીસીના યુવાનોને દેશ માટે કંઈક કરી છૂટવાની શીખ આપવામાં આવી હતી. તો સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ વોરાએ તમામને આઝાદીના પર્વની શુભકામનાઓ આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન એનસીસી ઓફિસર ડો. શર્મા તથા દિપાલીબહેન દ્વારા કરવામાં આવ્યું હતું

અનોખી ઉજવણી

મારી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત મોરબીના પર્યાવરણ પ્રેમી અને દેશપ્રેમી વિપુલ કડીવાર અને સાગર કડીવારએ અનોખી ઉજવણી કરી હતી અને ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને ૫૧ અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી બાવળ અને બોરડીના ઝુંડમાં મુક્યા હતા જેથી ૫૧૦૦૦ જેટલા નાના જીવોને ખોરાક મળી રહે છે અને આ યુવાનોએ શહીદો અને મચ્છુ જળ હોનારતમાં મૃત્યુ પામેલા દીવંગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી

ઉંચી માંડલ શાળા

મોરબીના ઉંચી માંડલ ગામે આવેલ શાળામાં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગામના યુવા સરપંચ તેમજ સરપંચ એસો.ના પ્રમુખ રવિરાજસિંહ પરમારના હસ્તે ધ્વજ આકાશમાં લહેરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉંચી માંડલ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર ધનજીભાઈ કુંડારીયા, તલાટી કમ મંત્રી બળદેવભાઈ કુંડારીયા, ઉપસરપંચ મનજીભાઈ સોરીયા સહિતના હાજર રહ્યા હતા આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી, સૂત્રોચ્ચાર તેમજ રાષ્ટ્ર ભક્તિના ગીતો પર જુદાજુદા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા
 






Latest News