ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડીએથી દારૂ ભરેલ રીક્ષા પકડાઈ: ૭૨,૮૦૦ નો મુદામાલ કબજે


SHARE













મોરબીની રવિરાજ ચોકડીએથી દારૂ ભરેલ રીક્ષા પકડાઈ: ૭૨,૮૦૦ નો મુદામાલ કબજે

મોરબી માળીયા હાઇવે પર આવેલ રવિરાજ ચોકડી પાસેથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે સીએનજી રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી ૧૪૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ તથા રીક્ષા મળીને ૭૨,૮૦૦ નો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી અને વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકા પોલીસની પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ રવિરાજ ચોકડી નજીકથી સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૩૦૬૯ પસાર થઈ રહી હતી ત્યારે તે રીક્ષાને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી ૧૪૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૮૦૦ નો દારૂનો જથ્થો તથા ૭૦ હજાર રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૭૨,૮૦૦ નો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો છે અને આરોપી જુસબભાઈ કાદરભાઈ ભટ્ટી જાતે મિયાણા (૩૦) રહે. રણછોડનગર નિધિપાર્કની બાજુમાં વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં અનવરભાઈ જાનમદ મોવર રહે. માળિયા વાળા પાસેથી તેને દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે રહેતા ધીરુભા ભગુભા પરમાર (૪૯) નામના આધેડ પોતાના ઘરેથી વાડીએ જતા હતા ત્યારે મોરબીના રંગપરની સીમમાં બાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ધીરુભાને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.એસ. ડાંગર દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા દિલીપભાઈ ખીમજીભાઇ વડગામા (૫૬) તેના દીકરાના બાઈકમાં પાછળના ભાગે બેસીને ટિંબડી પાસે આવેલ ઓફિસે જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં ખાડાના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં દિલીપભાઈ વડગામાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા દ્વારા કરવામાં આવેલ છે






Latest News