મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના એવન્યુ પાર્કમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા


SHARE









મોરબીના એવન્યુ પાર્કમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક શેરી નં-૧ માં રહેણાંક મકાનમાં એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૧૦૦૦ ની રોકડ કબજે કરી હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક શેરી નં-૧ માં રહેતા સુનિલભાઈ પુજારાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી સુનિલભાઈ જેઠાભાઈ પુજારા (૫૪), કિશોરભાઈ ચંદુભાઈ રૂપારેલ (૩૨), અજયભાઈ મહેશભાઈ દવે (૪૯) અને હિતેશભાઈ હર્ષદભાઈ મહેતા (૫૯) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા ૪૧,૦૦૦ કબજે કરીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી જતાં સારવારમાં
મોરબીના રફાળેશ્વરથી પાનેલી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા સિમોરા સીરામીક કારખાનામાં રહેતા મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી સોનલબેન બાબુભાઈ મકવાણા (૧૯) નામની યુવતીને સાપ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

માર માર્યો
માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ સુરજબારીના પુલ પાસે મારામારીના બનાવવામાં મૂળ યુપીના બરા ગામના રહેવાસી ઉદયસિંગ રામસિંગ રાઠોડ (૩૮) નામના યુવાનને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી




Latest News