મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

કાળનો ડેરો: મોરબી જીલ્લામાં સાતમ-આઠમના તહેવારમાં અપમૃત્યુના જુદાજુદા બનાવોમાં બે બાળકો સહિત આઠના મોત


SHARE







કાળનો ડેરો: મોરબી જીલ્લામાં સાતમ-આઠમના તહેવારમાં અપમૃત્યુના જુદાજુદા બનાવોમાં બે બાળકો સહિત આઠના મોત

મોરબી જીલ્લામાં સાતમ-આઠમના તહેવાર દરમ્યાન જુદાજુદા અપમૃત્યુના જુદાજુદા તાલુકાઓમાંથી બનાવ સામે આવ્યા હતા જેમાં બે બાળકો સહિત કુલ મળીને આઠ વ્યક્તિના મોત નિપજ્યાં હતા જેથી કૈરને પોલીસે આ બનાવોની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હરિપર (કે) ગામની સીમમાં આવેલ ક્લોરીસ પેકેજીંગ નામના કારખાનામા કામ કરતા રાહુલસિંહ રણજીતસિંહ રાવત (૨૭) (રાજસ્થાન) અને રૂપસિંહ સગુજી પઢીયાર (૪૫) (અમદાવાદ) જીવરાજભાઇ પટેલની વાડી પાસેથી પસાર થતી કેનાલ કાંઠે બેઠા હતા ત્યારે પગ લપસતા બન્ને કેનાલમાં પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાથી બંનેના મોત નિપજ્યાં હતા આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રવાપર કેનાલ રોડે આવેલા આલાપ રોડ ઉપર આવેલી મધુરમ સોસાયટીમાં રહેતા કિશનભાઇ પ્રવિણભાઇ અઘારા (૨૪) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના ડેડબોડીને મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી

વાંકાનેરના વાંકીયા ગામની સીમમાં હુશનેભાઇ મીમનજીભાઇ શેરસીયાની વાડીમાં રહેતા ભલુભાઇ કલારીયાની ચાર વર્ષની દીકરી પ્રવિણાબેન ભલુભાઇ કલારીયા વાડીમાં હતી ત્યારે ત્યાં આવેલ પાણીના ટાંકામાં ડુબી ગઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

ટંકારાના ધુનડા (સ) ગામની સીમમાં આવેલ ઇડન હિલ્સ રેસીન્ડેન્સીમા રહેતા હીરેનભાઇ મનસુખભાઇ કડીવાર (૨૮) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર સાડી વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના બોડીને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના ગાળા અને ગુંગળ ગામ પાસે આવેલ કેરમીયા સીરામિક નામના કારખાનામા રહેતા અને કામ કરતા સોબરનસીંગ રઘુનંદનસીંગ (૪૮) નામના શ્રમિક યુવાનનું કોઈ કારણોસર મોત નીપજયું હતું જેથી કરીને તેની બોડીને સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

હળવદના ભલગામડા ગામની સીમમાં રમણભાઇ ભરવાડની વાડીએ રહેતા મૂળ એમપીના જાબુંઆ જિલ્લાના રહેવાસી મોહનભાઇ રામાભાઇ નાહરપુરા (૩૩) ની કોહવાઈ ગયેલ હાલતમાં બોડી મળી આવી હતી જેથી કરીને આ અંગેની રામજીભાઇ હીરાભાઇ દોરાળાએ પોલીસને જાણ કરી હતી જેથી હળવદ પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રાજપર ગામે જગદીશભાઇ મુંદડીયાની વાડીએ રહેતા નકસિંગ સુકીયાભાઇ કલવાનો દીકરો સુમીતભાઇ કનકસિંગ કલવા (૧૨) ઝાડ ઉપર ચડીને રમી રહ્યો હતો ત્યારે રમતા રમતા ઝાડ ઉપરથી નીચે પડ્યો હતો ત્યારે ઝાડની ડાળીએ બાંધેલ દોરડામાં ગળાફાંસો આવી ગયો હતો જેથી તે બાળકનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

એક બોટલ દારૂ

મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જોન્સનગર વિસ્તારમાંથી જઇ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે રાહુલભાઇ ભરતભાઇ સારલા રહે. જોન્શનગર-૮ મોરબી વાળાની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦ રૂપિયાની દારૂની બોટલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી






Latest News