મોરબીની પરાબજારમાં સીસીટીવી કેમેરાના પોલમાં બાંધેક રસ્સામાં ટ્રક ફસાતા અકસ્માત
મોરબીના વીરપરડા-મોડપર ગામના ત્રણ સહિત ચાર યુવાનોના રૂસ્તમગઢ પાસે સર્જાયેલા અકસ્માતમાં મોત
SHARE
મોરબીના વીરપરડા-મોડપર ગામના ત્રણ સહિત ચાર યુવાનોના રૂસ્તમગઢ પાસે સર્જાયેલા અકસ્માતમાં મોત
સુરેન્દ્રનગરનો દસાડા-પાટડી હાઈવે પર રૂસ્તમગઢ ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક અથડાતાં ચાર લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. આ જીવલેણ અકસ્માતમાં મોરબીથી કડી તરફ જતાં ચાર યુવાનની કારને કાળમુખી ટ્રકના ચાલકે કચડી નાંખી હતી જેથી તે ચારેય વ્યક્તિના મોત નિપજ્યાં હતા અને તમામના મૃતદેહોને પાટડી સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વિરપરડા અને મોડપર ગામે રહેતા લોકો કુલદીપસિંહ રાજેન્દ્રસિંહની સ્વીફ્ટ કાર ગાડી લઈને ડ્રાઈવરને સાથે રાખીને મોરબીથી કડી લોકિકે જવા માટે નીકળ્યા હતા ત્યારે કાર દસાડા પાટડી હાઈવે પાસેથી જતી હતી ત્યારે માતેલા સાંઢની જેમ આવેલ ટ્રકે સ્વીફ્ટ કારને જોરદાર ટક્કર મારી હતી. જેથી કરીને કાર ફંગોળાઈ ગઈ હતી અને બાજુના ખેતરમા જઈને પડી હતી ત્યારે આ અકસ્માતના આ બનાવમાં સિદ્ધરાજસિંહ પાંચુભા જાડેજા (૩૩) રહે.વીરપરડા, ઇન્દ્રજીતસિંહ જટુભા ઝાલા (૨૨) રહે મોડપર, મીતરાજ કલુભા ઝાલા (૩૪) રહે. મોડપર અને વિજયભાઈ મોમજીભાઈ મુછડીયા (૨૫) રહે. ઇન્દિરાનગર મહેન્દ્રનગર વાળાનું મોત નિપજ્યાં છે જેથી સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે