મોરબીમાં આવેલ અગેચાણીયા લો ફાર્મના પાંચ સીનિયર વકીલોની નોટરી તરીકે નિમણૂક​​​​​​​  દીકરો દીકરી એક સમાન: જામદુધઈ ગામે દીકરીએ પિતાને કાંધ આપીને મુખગ્નિ આપી વાંકાનેરના પંચાસિયા પાસેથી 27,840 બોટલ દારૂ પકડવાના ગુનામાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો: સાત દિવસના રિમાન્ડ મંજૂર મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક રસ્તા ઉપર યુવાનને કચડી નાખનારા ટ્રક ચાલકને પકડવા માટે શોધખોળ મોરબી તાલુકા-શહેરમાં દારૂની બે રેડ: 8 બોટલ દારૂ સાથે બે પકડાયા નવલખી પોર્ટે યુવાનને કચડી નાખનારા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો પેટકોક ચોરીનો પર્દાફાશ: મોરબી નજીક LCB ની રેડ, ઈમ્પોર્ટ કોલસો-વાહનો સહિત 1.09 કરોડના મુદામાલ સાથે 4 ની ધરપકડ, 6 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરાઈ ગયેલ બાઈકના તથા ખર્ચ મળી ૭૧ હજારની રકમ ગ્રાહક અદાલત દ્વારા મંજૂર કરાયા


SHARE











મોરબીમાં ચોરાઈ ગયેલ બાઈકના તથા ખર્ચ મળી ૭૧ હજારની રકમ ગ્રાહક અદાલત દ્વારા મંજૂર કરાયા

મોરબીમાં ટુ-વ્હીલરના માલિકે વીમો લીધો હતો અને બાઇક ચોરાઈ ગયું હોય વીમા કંપનીએ વીમો મંજૂર કરવાની ના પાડતા વિમેદારે ગ્રાહક અદાલતના દ્વાર ખટખટવતા રૂપિયા ૭૦,૯૯૦ ચૂકવવા ગ્રાહક અદાલતે કર્યો હુકમ.

માળિયા(મિં.) તાલુકાના વવાણીયા ગામના વતની વિપુલ ખેંગારભાઈ ખીમાણીયાનું મોટર સાયકલ સ્પેન્ડર પ્લસ તેમના ઘર પાસેથી ચોરાઇ ગયુ હતુ જેથી તેઓએ જયાંથી બાઇકનો વીમો લીધો હતો તે એચડીએફસી ઇન્સ્યુરન્સ કાુ. માં વીમાનું વળતર માટે રજુઆત કરતાં વીમા કંપનીએ વીમાની રકમ આપવાની ના પાડતા વિપુલભાઇ ખેંગારભાઇ ખીમાણીયાે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કરતા લાલજીભાઇ દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ કરવામાં આવી હતી.

જેમા વીમા કંપનીને પૂછતા વીમા કંપનીએ કમીશનને કહ્યુ હતુ કે ગ્રાહકે મોટર સાયકલ ચોરાયાની ફરિયાદ ચૌદ દિવસ મોડી કરેલ છે.તેથી તેને વીમો નહીં મળે. વીમા કંપનીની ઉપરોકત દલીલ ગ્રાહક અદાલતે ગ્રાહ્ય રાખી ન હતી અને ગ્રાહકને તેણે ભરેલ પ્રીમીયમ ના બદલામાં વીમા કંપનીની સેવામાં ખામી હોઇ ગ્રાહકને વીમા કંપની એ રૂા.૬૦,૯૯૦ (સાંઇઠ નવસો નેવુ) અને ૧૦,૦૦૦ (દશ હજાર) ખર્ચ પેટેના એમ કુલ રૂા.૭૦,૯૯૦ (સીતેર હજાર નવસો નેવુ) તા.૫-૨-૨૨ થી સાત ટકા વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કરેલ છે.ગ્રાહકે પોતાના હક માટે લડત કરવી જોઇએ કોઇપણ વાહન ચોરાઇ જાય કે સળગી જાય અને વીનો હોય તો તાત્કાલીક પોલીસ ફરીયાદ લખાવવી જોઇએ અથવા પોલીસ ખાતાને લેખીત અરજી આપીને નકલમાં રીસિવ કોપી લેવી જોઇએ.કોઇપણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨) બળવંતભાઇ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા રામભાઇ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.








Latest News