મોરબીમાં શહીદ ભગતસિંહના જન્મદિનની અનોખી ઉજવણી કરાઇ
SHARE
મોરબીમાં શહીદ ભગતસિંહના જન્મદિનની અનોખી ઉજવણી કરાઇ
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પદિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી અને યુવાનો દેહદાન અને અગદાન થકી કોઈની મહામૂલી જિંદગી બચવા માટે આગળ આવે તેવું કામ કરવામાં આવ્યું હતું ત્યારે ૨૧૪ જેટલા યુવાનોએ દેહદાન-અંગદાનના સંકલ્પ લીધો હતો
યંગ ઇન્ડિયા ગ્રુપે ભગતસિંહના જન્મદિવસે મહામૂલી માનવ જિંદગી બચી શકે તે માટે મોટી સંખ્યામાં યુવાનો અંગદાન અને દેહદનનો સંકલ્પ માટે જોડાવા અપીલ કરવામાં આવી હતી ત્યારે ૧૭૪ જેટલા યુવાનોએ અંગદાન અને ૪૦ થી વધુ યુવાનોએ દેહદાન કરવાના સંકલ્પ લીધો હતો અને આમ શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી સાથોસાથ શહેરના ગાંધીચોક ખાતે આવેલ ભગતસિંહની પ્રતિમાને દુગ્ધાભિષેક કરી સ્વચ્છ કરીને ફુલહાર અર્પણ કરીને ભાવવંદના કરવામાં આવી હતી.