મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છુ-૩ ડેમમાં કૂદીને વૃદ્ધાએ કર્યો આપઘાત
મોરબી વિહિપમાં નવા ત્રણ હોદેદારોની વરણી
SHARE
મોરબી વિહિપમાં નવા ત્રણ હોદેદારોની વરણી
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળની વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે બેઠક મળી હતી જેમાં મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સ્થાનેથી મહેન્દ્રભાઈ સવસાણી, કાર્યાધ્ક્ષક પરેશભાઈ છગનલાલ પન્ના, મોરબી વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા હાજર રહ્યા હતા અને ત્રણ નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષા જિલ્લા અધ્યક્ષ તરીકે ચેતનભાઈ ચન્દ્રકાન્તભાઈ પાટડીયા, મોરબી શહેર ઉપપ્રમુખ તરીકે વિક્રમભાઈ હસમુખભાઈ શેઠ અને શહેર સહમંત્રી તરીકે જીતુભાઈ અજીતભાઈ ચાવડાની વરણી કરવામાં આવેલ છે. આ ત્રણ વરણીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદેદારોએ આવકારી છે