મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈમાં કારખાનામાં મશીનમાં આવી જતા મહિલાનું મોત 


SHARE







ટંકારાના લજાઈમાં કારખાનામાં મશીનમાં આવી જતા મહિલાનું મોત 

મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારા તાલુકાના લજાઇ ગામે પ્લાસ્ટિકના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરિવારની મહિલા વહેલી સવારે મશીનમાં આવી ગયા હતા અને જેને પગલે ગંભીર ઇજાઓ થવાથી મહિલાનું મોત નીપજતા તેણીના ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને હાલ આ બનાવ અંગે ટંકારા પોલીસમાં જાણ કરાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ સ્વસ્તિક પ્લાસ્ટિક નામના કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતા શાંતાબેન રાજુભાઈ મંડોર નામની ૩૫ વર્ષની મજુર મહિલા વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં મશીનમાં આવી ગયા હતા.જેને પગલે ગંભીર ઇજાઓ થવાથી તેણીનું મોત નીપજતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો.જેથી બનાવની એ ડિવિઝન પોલીસમાં જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલે પહોંચીને પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ ટંકારા પોલીસ મથકની હદ વિસ્તારનો હોય આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.

બાઈક સાથે બાઈક અથડાતા ઇજા

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર અને ઘુંટુ વચ્ચે આવેલ ઇંટોના ભઠ્ઠા પાસે બાઈક સાથે બાઈક અથડાતા અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ લક્ષ્મણભાઈ સોમાભાઈ વાદલીયા (૫૦) અને વિનુબેન લક્ષ્મણભાઈ વાદલીયા (૪૫) બડને રહે.શએખરર તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાઓને ૧૦૮ વડે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયા હતા અને બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી.

બાળક સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે રહેતા રોહિત માલાભાઈ ભરવાડીયા નામના નવ વર્ષના બાળકને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે વધુ તપાસ શરૂ કરાય છે.

બાળકી સારવારમાં

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની શીતલ બચુભાઈ નાયકા નામની ચાર વર્ષની બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેણીને હડફેટે લેતા મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આ બાબતે હળવદ પોલીસને જાણ કરી હતી






Latest News