મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે યુવાન છોકરા-છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેનો સેમીનાર યોજાયો


SHARE







વાંકાનેર ખાતે યુવાન છોકરા-છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેનો સેમીનાર યોજાયો

ઘી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઇન્દુબેન લલીતભાઈ મહેતા કોલેજ વાંકાનેર ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન અન્વયે યુવાન છોકરા-છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા મહાનુભાવોના સ્વાગતથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે.વી. કાતરીયા દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને  જેન્ડર બાયસ તથા દીકરા દીકરીઓને સમાન તક મળે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાની માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, વાંકાનેર તાલુકાના પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેસીયા દ્વારા દીકરા-દીકરી વચ્ચેના ભેદ બાબતે તેમજ મતાધિકાર જાગૃતિ બાબતેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કો-ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને લિંગ સમાનતા અને સંવેદના માટે સ્વ-સ્વજન-સમુદાય-સમસ્તુ કલ્યાણ બાબતે યુવાનોને સંદેશો આપવામાં આવ્યો હતો તથા જિલ્લા કક્ષાએ ચાલતા DHEW હબ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે પણ સમજ આપવામાં આવી હતી. સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ચાનિયા દ્વારા મહિલાઓને પોલીસ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની જાણકારી આપવામાં આવી હતી. PBSC ના કાઉન્સેલરશ્રી તેજલબા ગઢવી દ્વારા સેન્ટર પર આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમાં વાંકાનેર તાલુકાના મામલતદાર સંસ્થાના ટ્રસ્ટી કલ્પેન્દુભાઈ મહેતા, કોલેજના પ્રિન્સીપાલ, પ્રોફેસર તથા બહોળી સખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ-વિદ્યાર્થીઓને BBBP લોગો બેગ વિતરણ કરવામાં આવી હતી.






Latest News