મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ગરબાની સ્પર્ધા યોજાશે
SHARE
મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ગરબાની સ્પર્ધા યોજાશે
મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે હાલમાં નવરાત્રિ ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને આગામી તા.૧૩/૧૦ ના રોજ મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ગરબા હરિફાઈનું આયોજન કરવામાં આવેલ છે જેમા ભાગ લેવા માટે હાલમાં નામ નોંધવામાં આવી રહ્યા છે અને આ ગરબા સ્પર્ધા ભારતી વિકાસ વિદ્યાલય ખાતે તા.૧૩/૧૦ને બુધવારે આઠમના દિવસે બપોરે ૪ થી ૭ માં યોજાશે જેમાં ૫ થી ૧૭ વર્ષની દિકરીઓ ભાગ લઇ શકશે અને આ સ્પર્ધામાં કેટેગરી મુજબ પ્રથમ ત્રણ વિજેતાઓને ઈનામ આપવામાં આવશે અને સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે તેવું આ સંસ્થાના પ્રમુખે માહિતી આપતા જણાવ્યુ છે