મોરબીમાં યોજાયેલ સિનીઅર સિટીઝનની વકતૃત્વ સ્પર્ધાના વિજેતાના નામ જાહેર
SHARE
મોરબીમાં યોજાયેલ સિનીઅર સિટીઝનની વકતૃત્વ સ્પર્ધાના વિજેતાના નામ જાહેર
મોરબીમાં આંતરરાષ્ટ્રીય વ્યસકદિન નિમિતે ડો. બી.કે.લહેરૂના પ્રમુખ સ્થાને મોરબીમાં ધન્વન્તરી ભવન શનાળા રોડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોરોના અને લોકડાઉન ઉપર વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલ હતી આ સ્પર્ધામાં પ્રથમ દિનેશભાઇ અંતાણી, દ્વિતિય ડો.બી.કે.લહેરૂ તથા તૃતિય સ્થાને ડો.એમ.ડી.જાડેજા વિજેતા થયા હતા અને સ્પર્ધાના નિર્ણાયક તરીકે રાંકજાભાઈએ હાજરી આપી હતી. આ તબકકે સેવાભાવી નરેન્દ્રભાઇ મહેતાનું શાલ ઓઢાડીને મહેશભાઇ ભટ્ટે સન્માન કરેલ તથા કોરોના દરમ્યાન મેડીકલ સારવાર ૧૫ દિવસ ફ્રી કરનાર તથા સહકાર ભારતીના પ્રમુખ ડો.બી.કે.લહેરૂનું શાલ ઓઢાડીને ત્રંબકભાઇ મહેતાએ સન્માન કર્યુ હતુ.
આ પ્રોગ્રામના અધ્યક્ષ તરીકે જેતપરીયાભાઇ, મહામંત્રી મહેશભાઇ ભટ્ટ, પ્રવિણભાઇ મહેતા વકીલ જગદીશભાઇ ઓઝા, ડો. અનિલભાઇ મહેતા, સી.ટી.શુકલ, ચડાસણીયા, સવજીભાઇ અઘારા, પાડલીયાભાઇ વિગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી. તેમજ આગામી તા.૧૦-૧૦-૨૧ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી સિનીઅર સીટીઝન સંસ્થાના લોકો લાયન્સ સ્કુલ નવલખી રોડ ઉપરની રેલ્વે ફાટકથી પરશુરામ મંદિર સુધી આવતા અને રોડ પર નડતા બાવળ વિગેરેની સમૂહમાં સાફસુફી કરશે તમામ સભ્યોએ કુબેરનગર ત્રિલોકથામ મંદિરે સવારે ૯ વાગ્યે હાજર રહેવું તેમ પણ સંસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ, પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ મહેતા અને મંત્રી મહેશભાઇ ભટ્ટે યાદીમાં જણાવેલ છે.