મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને માર મારનાર દુકાનદાર સહિત ત્રણની ધરપકડ


SHARE











મોરબીમાં યુવાનને માર મારનાર દુકાનદાર સહિત ત્રણની ધરપકડ

મોરબીના નગર દરવાજા પાસે આવેલ ગઢની રાંગ વિસ્તારમાં દુકાને હિસાબના પૈસા આપવા ગયેલા યુવાન સાથે બોલાચાલી ઝગડો કરીને દુકાનદાર સહિતનાઓએ ધોકા વડે માર માર્યો હતો.જેથી ઇજાગ્રસ્ત યુવાનને ફરીયાદ નોંધાવેલ હોય પોલીસે દુકાનદાર સહિત ત્રણની ધરપકડ કરેલ છે.

મોરબી લીલાપર રોડ ઉપર સાત હનુમાન સોસાયટી નજીક સ્લમ કવાર્ટરમાં રહેતા રામપ્રતાપ દિનકરભાઇ ઝાલા (ઉમર ૨૮) ગત તા.૩-૧૦ ના રોજ ગઢની રાંગ પાસે આવેલ રાજલક્ષ્મી હેન્ડલુમ નામની દુકાને હિસાબના પૈસા આપવા ગયો હતો ત્યારે દુકાનદાર નિરવ રમેશભાઈ જીવાણી પટેલ (૨૮) તેના કાકા કિશન ટપુભાઇ જીવાણી પટેલ (૪૫) રહે.બંને શનાળા અને દુકાનમાં કામ કરતા નાસીર ઇકબાલ બેગ જાતે સીપાઇ (૨૨) રહે.સીપાઇવાસએ એકસંપ કરીને માર માર્યો હતો.જેથી ભોગ બનેલા રામપ્રતાપ દિનકરભાઇ ઝાલાએ સારવાર લીધા બાદ સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા તપાસ અધીકારી એમ.એમ.દેગામડીયાએ હુમલાખોર દુકનદાર નીરવ જીવાણી તેના કાકા કિશન જીવાણી અને દુકાનમાં કામ કરતા કારીગર નાસીર બેગની મારામારી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપવાના ગુનામાં ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા ગંગારામભાઈ ભીમાભાઇ દેવીપુજક નામનો ૨૮ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા ગંગારામને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.જ્યારે હળવદ તાલુકાના સમલી ગામે રહેતા મનસુખભાઇ રાઘવજીભાઈ પટેલ નામના ૫૪ વર્ષિય આધેડ આંદરણા ગયા હતા અને ત્યાંથી પરત તેઓ પોતાના ઘેર સમલી જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઇક પણ સ્લીપ થઈ જતાં ઈજાગ્રસ્ત થયેલા મનસુખભાઈ પટેલને સારવાર માટે ડો.હેમલ પટેલ હોસ્પીટલે લઈ જવાયા હતા.

ઝેરી દવા પી લેતા સારવારમાં

હળવદ તાલુકાના રાતાભેર ગામે સીમ વિસ્તારમાં રહીને ખેત મજૂરનું કામ કરતાં સંદીપભાઈ નરવતભાઈ પસાયા નામના ૨૫ વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમીક તપાસ કરીને આગળની તપાસ અર્થે હળવદ પોલીસને બનાવની જાણ કરી હતી.






Latest News